ગુજરાત માં કોરોના ની સ્થિતિ બગડતી જાય છે અને શનિવારે સાંજ સુધીમાં નવા 90 કેસ સાથે કોરોનાદર્દીઓની સંખ્યા 468 પર પહોંચી હતી. ત્યાર બાદ આજે રવિવારે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં23 અને આણંદમાં2કેસ સામે આવ્યા છે.
આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 493 થયા છે. જ્યારે આજે 75 વર્ષના પુરુષનું અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં મોત થયું છે.
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 23 કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે.
જ્યારે કલોલ તાલુકના રાંચરડા ગામમાં 6 વર્ષના બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં કોઈ સીધો સંપર્ક જોવા મળ્યો નથી અને બાળકની તબિયત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 493 દર્દીમાંથી 23ના મોત થયા છે. જ્યારે 422ની હાલત સ્થિર અને 4 દર્દી વેન્ટીલેટર પર છે. 24 કલાક દરમિયાન 2663ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 61 પોઝિટિવ અને 2486 નેગેટિવ આવ્યા છે જ્યારે 116 રિપોર્ટ પેન્ડીગ છે. તેમ અત્યાર સુધીમાં 10994 ટેસ્ટ કર્યાં, 493 પોઝિટિવ, 10397 અને 116 પેન્ડીગ છે.
અમદાવાદના નવા 23 કેસ જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે અમદાવાદ માં કુલ 266 કોરોનાના દર્દી થઈ ગયા છે.આમ રાજ્ય માં કોરોના ની સ્થિતિ હજુપણ ગંભીર છે અને તેને કાબુમાં લેવા માટે તંત્ર પ્રયાસો કરી રહ્યું છે.
