ગુજરાત માં કોરોના નો પંજો વિકરાળ રૂપ ધરી સતત આગળ વધતો જઇ રહ્યો છે અને વડોદરામાં વધુ 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાતા કોરોના પોઝીટીવ આંક કુલ 247 સુધી પહોંચી ગયો છે.જે પૈકી 17ના મોત થઈ ગયા છે. અમદાવાદમાં આજે 50 નવા કેસ ઉમેરાતા રાજ્યના આરોગ્ય વિભાગ માં ચિંતા પ્રસરી છે સાથેજ અમદાવાદ શહેરમાં કુલ 133 કોરોનાના દર્દીઓ થયા છે. સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે રાજ્યના 90 હજાર પોલીસકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ આરોગ્યની ટીમને પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.આમ ગુજરાત ની સ્થિતિ ગંભીર બની છે અને અમદાવાદ,ભાવનગર,સૂરત અને વડોદરા , રાજકોટમાં દર્દીઓ પોઝીટીવ આવી રહ્યા છે જે પૈકી અમદાવાદ અને સુરત માં સ્થિતિ વધુ ખરાબ છે ત્યારે આવનારા સમય માં સ્થિતિ કાબુ બહાર જાય તે પહેલાં વોર્ડ અને બેડ ની સંખ્યા વધારી દેવામાં આવી છે.
