વિદેશો માં કોરોના ના દર્દીઓ ને વેન્ટિલેટર ઉપર રાખી સારવાર કરવા અગાઉ થી પૂરતો જથ્થો હાજર સ્ટોક માં હતો અને ચાઇના તો પોતાના ઘર આંગણે જ બનાવે છે તેથી ત્યાં તો કોઈજ પ્રોબ્લેમ નથી પણ ઇન્ડિયા માં વેન્ટીલેટર નો જથ્થો ખુબજ ઓછો હોવાથી મુશ્કેલીઓ ઉભી થઇ છે એમાંય ગુજરાત માં તો અછત ઉભી થતા આવનારા સમય માં જો કેસો ની સંખ્યા વધે તો શું કરવું તે સ્થિતિ જોતા આખરે ચીન જેવાજ વેન્ટિલેટર ગુજરાત ના રાજકોટ માંજ તૈયાર કરવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે. કોરોના ના દર્દી ને પહેલાજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી સૌથી પહેલા વેન્ટીલેટર પર રાખવો પડતો હોય તેની ગંભીરતા સમજી શકાય તેમ છે.
હવે થી ચીનની જેમ રાજકોટમાં પણ વેન્ટીલેટર મશીનનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. ઉદ્યોગકારો સાથે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની મળેલી બેઠક માં આ નિર્ણય લેવાયો હતો, રાજકોટના ઉદ્યોગકારો વેન્ટીલેટર માટેના પાર્ટ અને અન્ય જિલ્લામાંથી સામગ્રીઓ મંગાવી વેન્ટીલેટરનું ઉત્પાદન કરશે. એક અઠવાડિયામાં 1 હજાર વેન્ટીલેટર બનાવી શકાશે. ડોક્ટરો માટે એન્ટી વાયરલ પી.પી. શૂટ પણ તૈયાર કરવામાં આવશે. એક દિવસમાં 500 શૂટ તૈયાર કરાશે. 500 કિલો ગ્રામ બલ્ક સેનિટાઇઝર પણ આપવા સેનિટાઇઝપ ઉત્પાદકો તૈયાર થયા છે.
કોરોના સેમ્પલનું રાજકોટમાં પરીક્ષણ થશે
રાજકોટમાં કોરોના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે. બાયો સેફ્ટી કેબિનેટ મશીન રાજકોટ આવી પહોંચ્યું છે. વાપીથી એન્જિનીયર આવ્યા છે. 2 દિવસમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આ અંગે માહિતી આપી છે. ડિસ્ટ્રીક્ટ હાઇ સોસાયટી ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફની ભરતી કરવામાં આવશે.આમ હવે આગળ ની વિકટ સ્થિતિ ને પહોંચી વળવા માટે તખ્તો ગોઠવી દેવામાં આવ્યો છે વિશ્વ માં હાહાકાર મચાવતા કોરોના ની સ્થિતિ ગમેત્યારે બગડી શકે તેમ હોવાનુ ધ્યાને આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.
