ગુજરાત માં કોરોના ની સ્થિતિ વિકટ બની રહી હોઈ અમદાવાદ સહિત રાજકોટ અને સુરત માં કરફ્યૂ ની મુદત વધારી દેવામાં આવી છે કારણ કે સ્થિતિ ગંભીર છે અને સતત પોઝીટીવ નો આંક વધી રહ્યો છે જો વહેલી છૂટ મળે તો કોરોના વકરવાની શક્યતા છે તેથી આ નિર્ણય લેવાયો છે ,આજની વાત કરવામાં આવે તો સવારના 10 વાગ્યા પછી ના સમયગાળા માં 93 નવા કેસ નોંધાયા છે અને 4ના મોત થયા છે જયારે 25 દર્દી સાજા થયા છે. ગતસાંજથી આજ સવાર સુધીમાં કુલ 108 કેસ નોંધાયા હતા. આમ 24 કલાકમાં 201 દર્દી નોંધાઇ ચુક્યા છે.જેથી અત્યાર સુધીમાં કુલ 1939 દર્દી નોંધાયા છે અને 71ના મોત તેમજ 131 લોકો સજા થતા રજા અપાઈ છે. રાજ્યમાં અમદાવાદના કોટ વિસ્તાર સહિત સુરત અને રાજકોટમાં કરફ્યુ લંબાવવામાં આવ્યો છે, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આ અંગેની જાહેરાત કરતાકહ્યું કે, રાજ્યના મોટાભાગના કેસ આ ત્રણેય શહેરોમાં નોંધાયા છે. જેને પગલે આ ત્રણેય શહેરમાં 24 એપ્રિલના સાંજના 6 વાગ્યા સુધી કરફ્યુ લંબાવવામાંઆવ્યો છે. અમદાવાદમાં 34 મોતમાંથી 25 મોત કોટ વિસ્તારના દર્દીના થયા છે. તેમજ રાજકોટમાં પણ 38 દર્દીમાંથી 30 દર્દી જંગલેશ્વરમાં નોંધાયા છે.
અમદાવાદમાં 61, સુરતમાં 25 અને વડોદરામાં 7 કેસ નવા કેસ
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે દિવસ દરમિયાન રાજ્યમાં 93 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 61, સુરતમાં 25 અને વડોદરામાં 7 કેસ નોંધાયા છે. આ સાથે કુલ દર્દી 1939 થયા છે. જ્યારે 25 સાજા થતા તેમને ડિસ્ચાર્જ કર્યાં છે. અત્યાર સુધીમાં 131ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ આજે 4 દર્દીના મોત થતા મૃત્યુઆંક 71 થયો છે. 1939 દર્દીમાંથી 19 વેન્ટીલેટર પર, 1718ની હાલત સ્થિર અને 131 દર્દી સાજા થયા છે. 24 કલાક દરમિયાન 4212 ટેસ્ટ કર્યાં છે. જેમાંછી 196ના રિપોર્ટ પોઝિટિવ અને 4016ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 33316 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને1939ના રિપોર્ટ પોઝિટિવ અને 31377ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે , સવારે અમદાવાદમાં 91માંથી 66 હોટસ્પોટ વિસ્તારમાંથી, અરવલ્લીમાં 6, કચ્છમાં 2, મહિસાગરમાં 1, પંચમહાલમાં 2, રાજકોટમાં 2, સુરતમાં 2, વડોદરા અને મહેસાણામાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે 1851 પોઝિટિવ કેસ થયા છે. આજે 4 દર્દીનામોત નીપજ્યાંછે અને એક દર્દીને રજા આપવામાં આવી હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.રાજકોટમાં અને બનાસકાંઠામાં વધુ બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાનું તેઓ એ જણાવ્યું હતું આમ અમદાવાદ , સુરત અને રાજકોટ માં કરફ્યૂ ની મુદત વધતા લોકો માં કેટલીક જગ્યા એ નારાજગી જોવા મળી હતી પણ લોકો ના હિત માં આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું કે જેથી સંક્રમણ અટકી શકે.
