ગુજરાત હાઇકોર્ટ વકીલ એસોસિએશનના પ્રમુખ પદેથી યતીન ઓઝાએ રાજીનામું આપી દેવાના અહેવાલો મળી રહ્યા છે. આ પ્રકરણ વકીલ આલમ માં ચર્ચા નો વિષય બન્યું છે. રાજીનામાં નો મામલો આંતરિક વિખવાદ નો હોવાનું કહેવાય છે. કોરોનાને કારણે ઓનલાઇઝન કે ફિઝિકલ કોર્ટ ચાલુ કરવી તે અંગે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઇકોર્ટના 800 જેટલા વકીલોએ રાજીનામું આપ્યું છે. જેમાંથી 36 ટકા વકીલોએ વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે 64 ટકા વકીલોએ ફિઝિકલ કોર્ટ શરૂ કરવા માટે મતદાન કર્યું હતું. આ નિર્ણય અંતર્ગત ઓનલાઇન કોર્ટની સાથે વકીલોએ પોતાની ચેમ્બરમાં બેસવા માટે પણ પરવાનગી માગી હતી અને આ અંગે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર પણ લખ્યો હતો. જેનો યોગ્ય ઉકેલ ન આવતા યતીન ઓઝાએ પ્રમુખ પદથી રાજીનામુ આપી દીધું છે આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
