રાજ્યમાં સરકાર ના અણઘડ આયોજન ને કારણે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત ઉભી થઇ છે અને ઇન્જેક્શનની માગ વધી રહી છે, જેથી લોકો પોતાનાં સ્વજનો ને બચાવવા માટે ઇન્જેક્શન લેવા વહેલી સવારથી જ ટોકન લેવા લાઈનો લગાવી છે. આજે સવારથી ઇન્જેક્શન માટે ટોકન લેવા માટે પણ લોકોની લાંબી લાઈન લાગી હતી, જેમાં 10 વાગ્યા સુધીમાં 1000 જેટલા લોકોને ટોકન આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ હવે ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન ખૂટી ગયા નું જણાવી છે, પોલીસ દ્વારા લોકો ને ત્યાંથી ભગાડવા માટે કાર્યવાહી કરાતા લોકો માં નારાજગી ફેલાઈ છે.
પોલીસે માઇક લઈ લોકો ને ત્યાંથી સ્થળ છોડી દેવા જણાવવામાં આવ્યું હતું.આવતીકાલ મંગળવાર સુધીનાં ઇન્જેક્શન માટે ટોકન આપી દેવામાં આવ્યા છે. બુધવારે ઇન્જેક્શન લેવા માટે આવતીકાલે મંગળવારે લોકોને આવવા માટે કહેવામાં આવ્યું છે. રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન રોજબરોજ વધી રહી છે. આજે ટોકન લેવા આવેલા લોકોને પણ પરત જવાનો વારો આવ્યો હતો. 1000 જેટલાં ટોકન રોજ આપવામા આવે છે. ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિરનો આજનો સ્ટોક ખાલી થઈ ગયો છે હોસ્પિટલે લોકોને પરત જવા માટે કહ્યું છે. મોડી રાતથી ઈન્જેક્શનની રાહ જોઈ રહેલા લોકોમાં રોષ ફેલાયો છે કે જો હોસ્પિટલમાં સ્ટોક નથી તો શા માટે ટોકન આપવામાં આવે છે? પહેલા કેમ જાણ ન કરી વગરે લોકો સવાલો કરી રહ્યા હતા પણ તે સવાલો સાંભળવા વાળું અહીં કોઈ ન હતું.
