દિલ્હી માં લોકો ના કામ કરી મોઘવારી ના રાક્ષસ ને મહાત કરી લોકો ના દિલ જીતવામાં કામિયાબ રહેઆપ’ હવે ગુજરાત માં પણ પબ્લિક ની ચોઇસ મુજબ ગુજરાતમાં પણ શિક્ષણ , વીજળી સહિત જીવન જરૂરિયાત ની વસ્તુઓ ઉપર દિલ્હી મોડલ અપનાવી પ્રચાર કરી પોતાનું સ્થાન ઉભું કરવા ગુજરાતમાં ચુંટણીઓ માં ઝંપલાવે તેવી સંભાવના જોવાઇ રહી છે આ માટે આપ’ના પ્રભારી ગોપાલ રાય ગુજરાત આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
દિલ્હીમાં ‘આપ’ મોડલની સફળતા બાદ હવે ‘આમ આદમી પાર્ટી’ ગુજરાતમાં ફરી એકવાર સંગઠન મજબૂત બનાવવા માટે સક્રિય બની છે. જેના ભાગરૂપે આ અઠવાડીયામાં ‘આપ’ના પ્રભારી ગોપાલ રાય ગુજરાત આવી રહ્યા છે અને અહીં 8થી 10 દિવસ રોકાઈને નવેસરથી સંગઠનની પ્રક્રિયા શરૂ કરશે. ખાસ કરીને ‘આમ આદમી પાર્ટી’નો ટાર્ગેટ પાટીદાર અનામત આંદોલનના યુવા નેતાઓ છે. જેમાં પાટીદાર આંદોલન સમયથી અરવિંદ કેજરીવાલના વિચારો અને કામગીરીથી પ્રભાવિત હાર્દિક પટેલનું નામ પણ સામેલ છે, ત્યારે હાર્દિક સહિતના પાસના નેતાઓ સાથે સંપર્ક કરીને તેમની સાથે બેઠકો કરી ‘આમ આદમી પાર્ટી’નું એક યુવા સંગઠન ઉભું કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી હોવાની વાતો ચર્ચાઈ રહી છે આ અભિયાનમાં યુવાનો ને આગળ કરવા કવાયત હાથ ધરાનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
