ગુજરાત માં કોરોના ના દર્દીઓ સતત વધી રહ્યા છે અને ગતરોજ માત્ર એકજ રાત માં અમદાવાદમાં એકસાથે 98 કોરોના ના દર્દીઓ ના ઇમરજન્સી કોલ આવતા તંત્ર દોડતું થઈ ગયુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ 517 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 1882 દર્દીઓ ના કોરોના માં મોત થઈ ચૂક્યા છે. દિવાળી ના તહેવારો દરમિયાન લોકો એ આડેધડ માર્કેટ માં ફરી ખરીદી શરૂ કરી દેતા કોરોના નું સંક્રમણ વધી ગયું છે ત્યારે વહીવટ વિભાગ સતત જણાવી રહ્યું છે કે સામેની વ્યક્તિ કોરોના સંક્રમિત જ છે, તેમ સમજીને સાવચેતી રાખી માસ્ક અને સોસિયલ ડિસ્ટનિંગ રાખવા સલાહ અપાઇ રહી છે.
અમદાવાદ શહેરમાં કોવિડ-19ના કેસો ભયજનક રીતે વધવા માંડતા ફરી એકવાર કોરોના ની ચક્ર લોકો ઉપર ફરી વળ્યું હોવાનું સપાટી ઉપર આવ્યુ છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદસની રાતે ઇમરજન્સીમાં 98 કોરોના દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. કાળિ ચૌદસની રાતે એકસાથે આટલા બધા નવા કેસ આવતા સિવિલ હોસ્પિટલમાં બે નવા વોર્ડ ખોલવા પડ્યા હતા અને સિવિલમાં આઇસીયુ વોર્ડ ફૂલ થઇ જવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
