અમદાવાદ માં કોરોના એ ચારે તરફ થી પોતાના ભરડા માં લીધું છે અને સ્થિતિ ખુબજ ખરાબ છે ઉચ્ચ અધિકારીઓ થી માંડી નેતાજીઓ લોકડાઉન પાળવા મોટી વાતો કરી રહ્યા છે પરંતુ કાલે જે ઘટના બની છે તે ખુબજ ચોંકાવનારી છે .
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવતાં સનસનાટી મચી ગઇ છે. નવાઈ વાત તો એ છે કે તેઓ ના સેમ્પલ લેવાયા હોવાછતાં બિન્દાસ ફરતા હતા અને
ખેડાવાલા ગાંધીનગર ગયા હતા. અહીં તેમણે મુખ્યમંત્રી નિવાસ સ્થાને વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં કોંગ્રેસના જ અન્ય બે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (દરિયાપુર) અને શૈલેષ પરમાર (દાણીલીમડા) પણ હાજર હતા. હવે આજે સાંજે ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત તેઓ જેટલા પણ ઉચ્ચાધિકારીઓને મળ્યા હતા તે તમામને ક્વોરન્ટીન કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આ બેઠકના ઔચિત્ય અંગે કેટલાક સવાલો ખડા થાય છે જે નીચે મુજબ છે. ઈમરાન ખેડાવાલા છેલ્લા ત્રણ-ચાર સપ્તાહથી સતત જમાલપુર સહિતના કોરોનાગ્રસ્ત હોટસ્પોટ બનેલા કોટ વિસ્તારમાં લોકોના સંપર્કમાં હતા એ વાત સૌ કોઈ જાણે છે. તેમના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા ત્યારથી માંડીને તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો ત્યાં સુધી કેટલાક નિયમો નો ભંગ થયો હોવાનું જણાય છે જેમ કે, સેમ્પલ લેવાયા હોય તે વ્યક્તિ ને આઈશોલેશનમાં રખાય છે,અને જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈના સંપર્ક થી દુર રહેવાનું હોય છે ,તેઓ સીએમને મળવા ગયા તે વખતે કોઇએ સ્ક્રિનિંગ માટે ટેમ્પરેચર ગનનો ઉપયોગ કરનારા ક્યાં હતા એટલુંજ નહિ સીએમ, ડે. સીએમ અને સચિવોને રૂબરૂ મળતા પહેલા આરોગ્ય વિભાગમાંથી કોઈએ જાણ કેમ ન કરી કારણકે મામલો કોરોના નો છે તેમાં મુખ્યમંત્રી થી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વીઆઈપી લોકો નો છે અને હાલ ગુજરાત માં અગત્ય ના નિર્ણય લેવાની જવાબદારી જેઓ ના માથા ઉપર છે તેવા મુખ્ય નેતા અધિકારીઓ સાથે સંપર્ક માં આવવું એટલે તેઓ નો હોસ્પિટલ ભેગા થાય તો શું પરિણામ આવે તે વાત કેમ ભુલાઇ ગઈ તે પણ તપાસ નો વિષય છે ધારાસભ્યનું સેમ્પલ લેવાયું હતું કે કેમ તેવાપણ સવાલો ઉભા થયા છે.
નિયમ મુજબ જે પણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેના સંપર્કમાં આવનારાને શોધીને 14 દિવસ ક્વોરન્ટીન કરાય છે ત્યારે હવે સવાલ એ ઉભો થયો છે કે ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેના ચાર કલાક પહેલાં જ તેઓ ગાંધીનગર ગયા હતા. જ્યાં તેઓ એ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી ઉપરાંત ડીજીપી શિવાનંદ ઝા, મુખ્ય સચિવ અનિલ મુકીમ ઉપરાંત પત્રકારોની પણ મુલાકાત લીધી હતી મતલબ કે સંપર્કમાં આવ્યા હતા ત્યારે સવાલ એ થાય કે આ તમામને હવે 14 દિવસ માટે ક્વોરન્ટીન ક્યારે કરવામાં આવશે આ વાત એટલા માટે ગંભીર છે કે ઉપર લેવલે જ છીંડા છે ત્યારે આ લોકો જાહેર જનતા ને લોકડાઉન પાળવાની સલાહ આપી રહ્યા છે જે બુદ્ધિજીવી વર્ગ માં ચર્ચાનો વિષય બન્યું છે.
