અમદાવાદ હાલ કોરોના ના બૉમ્બ ઉપર બેઠું છે ત્યારે કોટ વિસ્તાર માં કરફ્યૂ નાખવા મુદ્દે એકત્ર થયેલા જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ચકચાર મચી ગઇ છે કારણકે ઈમરાન ખેડાવાલાએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા,ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ બેઠક કરી હતી પરિણામે સંપર્ક આવનાર તમામ ના પરિવારો ચિંતત બની ગયા છે ઇમરાન ખેડાવાલાને કોરોના થતા હવે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, MLA ગ્યાસુદ્દીન શેખ અને MLA શૈલેષ પરમારને સેલ્ફ આઈસોલેશનમાં જવું પડશે. એટલુંજ નહિ પરંતુ બેઠક બાદ
મુખ્યમંત્રીએ લોકડાઉન અને અમદાવાદના કોટ વિસ્તારમાં લાદેલા કરફ્યુ અંગેપત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના અનેક પત્રકારો પણ સામેલ થયા હતા તે તમામ પત્રકારો ને પણ કોરોન્ટાઇન માં રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે એટલુંજ નહિ પણ જે લોકો પ્રેસ કે મીડિયા ની ઓફીસ ઉપર પહોંચ્યા હશે તેઓ તમામ લોકો ને કોરોન્ટાઇન માં રહેવું પડે તેવી સ્થિતિ ઉભી થતા કટોકટી નો માહોલ સર્જાયો છે.
