અમદાવાદના જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ને આરટીઆઈ એક્ટિવિસ્ટ લોકો પસંદ નહિ આવતા આવા લોકોને બોગસ માણસો ગણાવ્યા છે. તેઓ ના મતે આવા લોકો આરટીઆઈ મારીને રૂ. 50 હજાર, 1 લાખ થી 5 લાખ રૂપિયા ઉઘરાવે છે.
ખેડાવાલાએ કહ્યું કે, RTI કરીને તોડબાજી કરવાનું આ મોટું ષડયંત્ર છે અને RTIના નામે પૈસા ઉઘરાવાય છે. કોઈપણ વ્યક્તિ બિલ્ડીંગ બનાવતો હોય, બાંધકામ કરતો હોય તેની માહિતી માંગી તોડ ના બનાવો વધ્યા છે.
ખેડાવલા એ કહ્યું કે પોતાના મત વિસ્તાર બહેરામપુરા માં ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીઝની ફેકટરીઓ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ છેલ્લા 10 દિવસથી સ્વૈચ્છિક કીતે ફેક્ટરીઓ બંધ છે અને એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તેવા સંજોગો માં RTI કરી માહિતી મેળવનારા લોકો ફેકટરીઓ ચાલુ હોવાના દાવા કરતા હોય ગઈકાલે પણ આ જ રીતે બધા RTIવાળા ત્યાં હાજર હતા અને અધિકારીઓ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા તેથી પોતે ત્યાં હાજર હોય આવા લોકો સામે ગુસ્સે થયો હતો આમ પોતે પણ આવા લોકો નો અનુભવ હોવાની વાત કરી હતી.