નકલી અધિકારી કિરણ પટેલ હાલ પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના કરોડોની કિંમતના બંગલા પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસ હેઠળ છે ત્યારે કિરણ પટેલ હજુ પણ પોલીસને કહી રહ્યો છે કે, ‘સાહેબ, આ બંગલો મારો જ છે, મેં ખરીદી લીધો છે!!’
જમ્મુ-કાશ્મીરથી કબ્જો મેળવી કિરણ પટેલને અમદાવાદ લવાયા બાદ કોર્ટે 15 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર કર્યા છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની એક ટીમ કિરણ પટેલને સવાલો કરે છે. શાતિર કિરણ પટેલ કેટલાક સવાલોના જવાબ આપી દે છે અને ક્યારેય ચૂપ થઈ જાય છે, તો ક્યારેક કહે છે, ‘સાહેબ હું જાણતો નથી, મને ખબર નથી.’
ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં કિરણ પટેલે દાવો કર્યો કે અમદાવાદના પોશ વિસ્તારમાં તેણે જગદીશ ચાવડાનો કરોડો બંગલો ખરીદી લીધો છે. કિરણ પટેલે એ પણ કહ્યું કે, ‘મેં બે-બે કરોડ રૂપિયાના ચેક આપીને બંગલા માટે ચૂકવણી કરી છે.’