અમદાવાદ: ટ્રમ્પ ના કાર્યક્રમ માં પાસ ન હોવા મુદ્દે મોટેરા સ્ટેડિયમના મુખ્ય દરવાજા પાસે જામનગર અને ભાવગરના ડીવાયએસપી વચ્ચે બબાલ થતા અન્ય પોલીસ કર્મીઓ પણ મુંઝવણ માં મુકાયા હતા જોકે વાત વધી પડતા મામલો મારામારી સુધી પહોંચ્યો ગયો હતો તેથી ભારે તમાશો ઉભો થયો હતો જોકે, સ્થળ પર દોડી ગયેલા અમદાવાદના ઝોન ડીસીપી ધર્મેન્દ્ર શર્મા વચ્ચે પડી સ્થિતિ થાળે પાડી હતી પરંતુ આ ઘટના ને પગલે ભારે ચર્ચાઓ ઉઠી હતી.
જામનગરના ડીવાયએસપી એ.બી. સૈયદ સરકારી ગાડીમાં મોટેરા સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ માર્ગે આવ્યા ત્યારે ગેટ ઉપર હાજર ડીવાએસપી ડી.એમ. વ્યાસે પોલીસ અધિકારી ને તેમની ગાડી પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરવા કહ્યું હતું. આથી ડીવાયએસપી સૈયદ અને તેમનો પુત્ર ગાડીમાંથી બહાર આવ્યા હતા. તેમના પુત્રનો પાસ ન હોવાથી વ્યાસે તેમને અટકાવ્યા હતા. જેના કારણે સૈયદ ગુસ્સે થઇ ગયાહતા અને કહ્યું હતું કે, મારો પુત્ર સાથે છે તેને સ્ટેડિયમમાં લઇ જવો છે. પરંતુ ફરજ બજાવી રહેલા વ્યાસે પણ પોતે ડીવાયએસપી હોવાનું જણાવી ફરજના ભાગે રૂપે તમારા પુત્રને પાસ નહીં હોવાથી અંદર જવા ન દેવાની વાત કરતા બંને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો ઈજ્જત ઉપર આવી ગયો હતો પરિણામે બન્ને અધિકારી જાહેર માં જ ઢીસુમ ઢીસુમ પર આવી જતા ઉપસ્થિતો ને મનોરંજન મળ્યું હતું.
જોકે , મીડિયા માં ઈજ્જત નો વધુ ફાલુદો થાય તે પહેલાં ડીસીપી શર્મા એ બન્ને અધિકારીઓ ને છુટા પાડ્યા હતા.
