આજકાલ બાવાઓ અને કહેવાતા સંતો એ ઉપાડો લીધો છે અને વાસના ભૂખ્યા આ તત્વો હવે ઉઘાડા પડી રહ્યા છે.ત્યારે અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી અને 11 ધોરણ માં અભ્યાસ કરતી એક સગીરા ને અહીં ના ક્લેશીયા ચર્ચના પાદરીએ પ્રેમજાળમાં ફસાવી સગીરાના નગ્ન ફોટો મેળવી સગીરાને જબરદસ્તી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વિગતો મુજબ અમરાઇવાડીમાં રહેતી અને ધો.11 માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા પોતાના પરિવાર સાથે રહે છે દરમ્યાન તા. 25 ડિસેમ્બર 2019ના રોજ તે પાડોશમાં રહેતી મહિલા સાથે રબારી કોલોની ખાતે આવેલા કલેશિયા ચર્ચમાં ગઈ હતી તે વખતે કુમળી વય ની આ કિશોરી ચર્ચના પાદરી ગુલાબચંદ ને પહેલી નજરે જ ગમી જતા તેણે આ સગીરા સાથે વાતો કરી અને મોબાઇલ નંબર મેળવી લીધો હતો અને સગીરા ના પરિવાર ને પણ ચર્ચામાં જોડાવા માટે દબાણ શરૂ કર્યું હતું અને થોડા દિવસો બાદ ગુલાબચંદના ભત્રીજાનો સગીરાના પિતા પર ફોન આવ્યો અને ચર્ચમાં બોલાવ્યા હતા. એક મહિના બાદ સગીરા માતા-પિતા સાથે ચર્ચમાં ગઈ હતી ત્યારબાદ ગુલાબચંદ પણ સગીરાના ઘરે સુધી પહોંચ્યો હતો અને પોતાનો ખેલ પાડી દીધો હતો, થોડા દિવસ બાદ સગીરાના ઘરે ગુલાબચંદ અને તેના ભત્રીજાઓ સત્સંગ ના બહાને પાછોઆવ્યો હતો અને પછી સગીરા ને પ્રેમમાં ફસાવી હતી
ગુલાબચંદ ના ફોન વધવા મંડ્યા અને કિસ કરતો ફોટો મોકલી આઈ લવ યુ કહી પ્રેમજાળમાં ફસાવી હતી અને તેનો પીછો પણ કરતો હતો. સગીરા એકલી હોય ત્યારે તેને વીડિયો કોલ કરી તેને નગ્ન જોવાની જીદ કરતો હતો જો નહિ આપે તો બદનામ કરવાની ધમકી આપતો હતો આમ નગ્ન હાલત ના સ્ક્રીન શોટ લઈ લીધા હતા અને બાદ માં ગુલાબચંદ સગીરાને ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ શરૂ કર્યું હતું જેમાં સફળતા નહિ મળતા પાદરી એ
અઠવાડિયા પહેલા સગીરાના દૂરના કાકાને સગીરાના નગ્ન ફોટો મોકલ્યા હતા. જે બાબતે સગીરાએ તેના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. બે- ત્રણ દિવસ બાદ ફરી ફોટો મોકલ્યા હતા. જે જોઈ સગીરા નો પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને સગીરા ને બોલાવી પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવતા પરિવારે આખરે પોલીસ નું શરણું લઈ લંપટ પાદરી વિરુદ્ધ ફરિયાદ આપી હતી, પોલીસ વધુ તપાસ કરી રહી છે.
