અમદાવાદ માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરી એ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે જેઓ ટ્રમ્પ આવે તે અગાઉ એક કલાક પહેલા અમદાવાદ પહોંચી જશે અગાઉ નરેન્દ્ર મોદી રવિવારે સાંજે અમદાવાદ પહોંચી જશે તેવું નજીક ના સૂત્રો કહેતા હતા. પરંતુ છેલ્લી ઘડીએ પીએમ મોદીના સિડયૂઅલ માં ફેરફાર કરવામાં આવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે બે દિવસ માટે ભારતના મહેમાન બનવાના છે અને પ્રથમ દિવસે આવતી કાલે ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. તેમના સ્વાગતને લઈને એરપોર્ટથી લઈને મોટેરા સ્ટેડિયમ સુધી જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એરપોર્ટના રોડ પર ભારત-અમેરિકાના રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પના આગમનના એક કલાક પહેલા જ અમદાવાદ આવી પહોંચશે તેવી માહિતી છે.
