અમદાવાદમાં નરોડા ભાજપના કોર્પોરેટર વિપુલ ચીનુભાઈ પટેલ ઉર્ફે સોમભાઈએ મહિલા મડેકિલ ઓફિસર સાથે બબાલ કરી ધક્કામુક્કી કરી મહિલા મેડિકલ ઓફિસરનું મોઢું પકડીને જબરદસ્તી પાણી પીવડાવી ઇન્સલ્ટ કરી અને જોરથી બરાડા પાડીને ફરિયાદ નહીં કરવા ધમકી આપતા ભારે હોબાળો મચી ગયો છે.
મળતી વિગતો અનુસાર અમદાવાદના નરોડા ભાજપના કોર્પોરેટર વિપુલ ચીનુભાઈ પટેલ ઉર્ફે સોમભાઈએ નરોડાના મુઠિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મહિલા મડેકિલ ઓફિસર સાથે ગેરવર્તણૂક કરી હોવાની ઈ-પોલીસ ફરિયાદ થઈ છે.
વિગતો મુજબ વિપુલ પટેલના સબંધીઓ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ગયા ત્યારે ત્યાં જરૂરી રિપોર્ટની પ્રક્રિયા વખતે મહિલા મેડિકલ ઓફિસર સાથે બોલાચાલી થતા તેઓએ કોર્પોરેટર વિપુલ પટેલને જાણ કરતા કોર્પોરેટર સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને મહિલા આરોગ્ય અધિકારી પાસે પહોંચી ધક્કામુક્કી કરી
કર્મચારીઓને પણ માર મારવાની ધમકી આપી હતી
ફરીયાદમાં જણાવ્યા મુજબ વિપુલ પટેલે આરોગ્ય અધિકારીની નજીક પહોંચી તેમનું મોઢું પકડી લીધું હતું અને જબરદસ્તી પાણી પીવડાવી કહ્યું કે, આ વાત અહીંથી આગળ જવી જોઈએ નહીં. તેમણે આરોગ્ય કેન્દ્રના અન્ય કર્મચારીઓને પણ માર મારવાની ધમકી આપી હતી. પોલીસ ફરિયાદમાં વિપુલ પટેલ સહિત બોડા દરબાર, લવ ભરવાડના માતા કૈલાસબેન ભરવાડ અને પત્ની મનીષા ભરવાડના નામો પણ લખાવાયા હોવાનું કહેવાય છે.