ભારતદેશમાં કોરોના ના સ્ટેજ 2 માંથી ગમેત્યારે સ્ટેજ 3 માં ફેરવાઈ જાય તેવી સ્થિતિ ના કારણે ટૂંક સમયમાં જ લૉકડાઉનની સ્થિતિ સર્જાઈ શકે છે. 22મી માર્ચે જનતા કરફ્યુની અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. એવું કહેવાય છે કે સોમવારે આ જનતા કરફ્યુની સમીક્ષા કરવામાં આવશે. ઇટલી માં પણ પહેલા ભારત જેટલો જ નોર્મલ માહોલ હતો અને તેઓએ વાત ને ગંભીરતા થી નહિ લેતા આજે ત્યાંની સ્થિતિ ભયાનક છે અને સેંકડો લોકો મોત ને ભેટી રહ્યા છે, ત્યારે આજ ભૂલ ભારત કરશે તો વધારે પોપ્યુલેશન ને કારણે સ્થિતિ ગંભીર બનવાની સ્થિતિ છે.તેથી જ રાજ્યોના મુખ્યમંત્રી સાથે મિટીંગ કરીને સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ શક્ય છે કે સમગ્ર અઠવાડિયું લૉકડાઉનની જાહેરાત કરવામાં આવે શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે દેશ માં ગમેત્યારે દેશ માં ગમેત્યારે લોકડાઉંન ની સ્થિતિ આવી શકે છે અને કેટલાક શહેરો ને બંધ કરવા પડશે એટલું જ નહિ ટેસ્ટિંગ સ્ટ્રેટેજી પણ બદલવી પડી શકે છે,વૃદ્ધ અને બાળકો ને બચાવવા માટે ગમે ત્યારે લોક ડાઉન ની જાહેરાત કરવામાં આવશે
