તબલિકી જમાત ના લોકો આખા ભારત માં ફરી વળતા કોરોના નો વિસ્ફોટ ફાટી નીકળવાની શકયતા વ્યક્ત કરાતા ઘરમાં પુરાઈ રહી મોદીજી ના લોકડાઉન નો ગંભીરતા થી પાલન કરી રહેલા લોકો ની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે,ગુજરાત માં પણ દરેક વિસ્તારો માં મોટી સંખ્યા માં આ ધાર્મિક કાર્યક્રમ માં ભાગ લઇ આવેલા લોકો ખતરો બન્યા છે પરિણામે રાજ્યનું તંત્ર એલર્ટ થઇ ગયું છે
કોરોના વાયરસ સામે વિશ્વ આખું જંગ લડી રહ્યું છે અને દરેક જગ્યા એ સોશ્યલ ડિસ્ટનીંગ જાળવવા માટે સરકાર અપીલ કરી રહી છે અને ઈસ્લામીક દેશો માં પણ લોકો પાલન કરી રહ્યા છે ત્યારે ભારત માં મોદીજી દ્વારા લોકડાઉન ના કાયદા ને મુસ્લિમ ના તબલિકી જમાત દ્વારા મજાક બનાવી દેવામાં આવ્યો હોવાની વાત સામે આવતા આખા દેશ માં કોરોના ની બૉમ્બ ફાટવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
દિલ્હી માં નિઝામુદ્દીન વિસ્તારમાં થયેલા તબ્લિક જમાતના ધાર્મિક આયોજનમાં ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ હવે તબ્લિક જમાતના અધ્યક્ષ ના કહેવાતા ઓડિયો કલીપ મામલે ભારે ચર્ચાઓ ઉઠી છે. તેઓ મોદીસરકારના સોશિયલ ડિસ્ટન્સિંગના આદેશને મુસ્લિમ સમુદાય વિરુદ્ધ એક ષડયંત્ર ગણાવી રહ્યા છે.
વાયરલ ઓડિયોમાં સાદ કહે છે, ‘‘અલ્લાહ પર વિશ્વાસ ન રાખનારા લોકોની ચાલ અને સ્કીમો મુસલમાનોને બીમારીથી બચાવવાના બહાને મુસલમાનોને રોકવા માટે આવી ગઇ છે. તેમને મુસલમાનોને રોકવા અને વિખેરવાની તરકીબ દેખાઇ ગઇ છે જેથી તેમના દિલમાં હંમેશા એ વાત પેસી જાય કે કોઇની પાસે ન જાઓ, કોઇની પાસે બેસો નહીં નહિંતર બીમારી લાગી જશે. જો આ બીમારીના કારણે મુસલમાનોના અકીદત બદલી જાય તો બીમારી ખતમ થઇ જશે પણ અકીદત ખતમ નહીં થાય.’’
ઓડિયોમાં સાદ આગળ કહે છે, ‘‘આ બીમારી બદલી જશે પરંતુ તમારા માશરાના આદાબ, તમારી સાથે બેસવાનું, એક પ્લેટમાં જમવાનું, તેની અસર લાંબા સમય સુધી ખત્મ નહી થાય. આ તો મુસલમાનો વચ્ચે શંકા પેદા કરી તેમની વચ્ચે મોહબ્બત ખતમ કરવા માટે એક પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે . મુસલમાનોને મુસલમાનોથી અલગ કરવા માટે આ બહાનું સારું છે.’’
‘‘જ્યારે અલ્લા તાલાએ બીમારી મુકદ્દર કરી નાખી તો ડોક્ટર કે કોઇ દવાથી હું કેમ બચી શકીશ’’
સાદ કહે છે ‘‘મોતથી ભાગીને ક્યાં જશો. મોત તો તમારી આગળ આગળ ચાલી રહી છે. તેથી જરા આ અવસરે તમારી અક્કલ ઠેકાણે રાખો. એવું ન થાય કે માત્ર ડોક્ટરની વાતોમાં આવીને નમાજ છોડો, મુલાકાતો છોડો, હળવામળવાનું છોડી દો. 70 હજાર ફરિશ્તાઓ પર તમે કેમ યકીન નથી રાખતા. જ્યારે અલ્લા તાલાએ બીમારી મુકદ્દર કરી દીધી તો કોઇ ડોક્ટર અથવા દવાથી હું કેવી રીતે બચી શકીશ. જ્યારે 70 હજાર ફરિશ્તા મને નહીં બચાવી શકે તો હું શું કરી શકીશ. અછૂત બનવું, ડર ફેલાવવો, આ સમય તેનો નથી. આપણે મળીશું તો બીમારી ફેલાશે એ વાત પર કેમ યકીન થઇ ગયો. એ યકીન કેમ નથી કે આપણે જ્યારે મસ્જિદોમાં જમા થઇશું તો અલ્લા તાલા તે સમયે ફરિશ્તાઓને હાજર કરશે. ’’
‘‘મસ્જિદમાં આવવાથી જો માણસમરે છે તો તેનાથી સારી જગ્યા મરવા માટે કોઇ હોઇ ન શકે’’
સાદ કહે છે, ‘‘મસ્જિદમાં જમા થવાથી બીમારી ફેલાશે તે વિચાર બેકાર છે. હું કહું છું કે જો તમને દેખાય કે મસ્જિદમાં આવવાથી માણસ મરી જશે તો મરવા માટે તેનાથી સારી કોઇ જગ્યા બીજી હોઇ જ ન શકે . સાહેબાન તમન્ના કરતા હતા કે કાશ નમાજ કરતી વખતે મોત આવી જાય. આમને નમાજમાં ખતરો દેખાઇ રહ્યો છે. અલ્લાહ બીમારી લાવ્યા છે મસ્જિદો છોડવાના કારણે. આ લોકો મસ્જિદોને છોડીને બીમારી હટાવી રહ્યા છે. વિચારો તો ખરા કેટલો ઉલટો વિચાર છે. મસ્જિદને બંધ કરવી જોઇએ કે તેમાં તાળા લગાવી દેવા જોઇએ જેથી બીમારી ફેલાય એ ખયાલ દિલમાંથી કાઢી નાખવો જોઇએ.’’
મૌલાન સાદ 28 માર્ચથી ગાયબ
લોકાડાઉન પહેલાથી નિઝામુદ્દીનમાં તબ્લિક જમાતનું મરકઝ લાગેલું હતું. અહીં દેશવિદેશથી 5 હજારથી વધુ લોકો આવ્યા હતા. મોટાભાગના બાદમાં જતા રહ્યા પરંતુ 2000 લોકો મસ્જિદની બિલ્ડીંગમાં જ રોકાયેલા હતા. દિલ્હી પોલીસે મોહમ્મદ સાદ સહિત મરકઝના 6 અન્ય આયોજો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી નાખી છે. જોકે મૌલાના 28 માર્ચથી ગાયબ થઈ ગયા છે પરંતુ ભારત ના લોકો ને ખતરા માં નાખી દીધા છે આવા લોકો ને કારણે કેટલાય દિવસ થી ઘરમાં પુરાઈ રહેલા લોકો ની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.
