ભારતદેશ વિશ્વની મહાસતા બને અને કોમી એખલાસની ભાવના વધુ મજબૂત બને તેવી મક્કામાં દુઆ કરવામાં આવી છે,સમગ્ર વિશ્વમાં ભારત દેશ મહાસતા બને તેવી મક્કામાંદુવા કરવામાં આવી હતી
અમદાવાદના ધારાસભ્ય ગયાસુદીનભાઈ શેખ અને ઇમરાનભાઈ ખેડાવાળા અને પૂર્વ કોર્પોરેટર ઈમ્તિયાઝ કાદરી પવિત્ર મક્કા શરીફ ખાતે ઉમરાહ કરવા ગયા હતા ત્યાં પવિત્ર મક્કા ખાતે અલ્લાહ તલ્લાહને દુઆ કરીકે ભારત દેશ વિશ્વની મહાસતા બને અને ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન રાજય બને સાથેજ ભારત દેશમાં કોમી એકતા અને અમન શાંતિ અને ભાઈચારા ની લાગણી વધુ મજબૂત બનાવે તેવી દુવા કરી દેશ વિકાસ અને પ્રગતિના પંથે વધુને વધુ આગળ વધે તેવી દુઆ કરવામાં આવી હતી ગયાસુદીન શખે અને ઇમરાન ખેડાવાળા એ અલ્લાહને દુઆ કબુલ મંજુર કરે તેવી પ્રાર્થના કરી હતી.
