ખુબજ ચર્ચા માં રહેલી ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી દરમ્યાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી આવેલો ચૂદાકો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં આવતા ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવા અંગેના બહાર આવેલા અહેવાલો બાદ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું તેઓ એ ઉમેર્યું કે કાયદાકીય અપીલ કરવા અંગે અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય નેતાગીરી સાથે ચર્ચા અને માર્ગદર્શન લઈ આગળ ની પ્રોસિઝર અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું તેઓ એ પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યું હતું.
