હવે તો રૂપિયા ખર્ચી ને પણ સારા કામ થતા નથી અને બધેજ દગા થઈ ગયા છે, ગુજરાત યનિવર્સિટીમાં લાખ્ખો ના ખર્ચે બેડમિન્ટન કોર્ટનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું અને તેનું હજુ ઉદ્દઘાટન પણ થયું નથી, ત્યાંજ વરસાદી પાણી ભરાવવાના કારણે મેદાનનું રિનોવેશન કરવુ પડે તેવી સ્થિતિ ઊભી થતા હવે ફરી લાખોના ખર્ચે લાકડાનો કોર્ટ તૈયાર કરવામાં આવનાર છે ત્યારે સવાલ એ થાય છે કે આટલી મોટી રકમ નું કરી કોણે નાખ્યું ?
કામ બગડી જતા હવે અહીં ભંગાર થઈ ગયેલા હોલ બેડમિન્ટન કોર્ટમાં કોઇ મેચ થઇ શકે તેવી સ્થિતિ રહી નથી નવાઈ ની વાત તો એ છે કે આ મેદાનનું હજુ ઉદઘાટન પણ થયું નથી. જે કંપનીને યુનિવર્સિટીએ મેન્ટેનન્સ અને પ્રિપરેશનનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેની ડિઝાઇનમાં ફોલ્ટ હતો. તેથી વરસાદમાં છતનું પાણી કોર્ટ પર આવતું હતું, જેથી લાકડું ખરાબ થઇ ગયું. તેથી હવે આખું ફ્લોરિંગ ફરી તૈયાર કરવું પડશે. જ્યારે બેડમિન્ટન કોર્ટમાં પાણીથી ભરાયું હતું તેની જાણ યુનિવર્સિટીના તમામ મોટા અધિકારીઓને હતી, છતાં પણ એ સમયે કોઈ પગલાં લેવાયાં અને હવે ફરી લાખોનો ખર્ચ કરીને ફ્લોર તૈયાર કરાશે.
નોંધનીય છે કે બેડમિન્ટનનું કોર્ટ ખાસ પ્રકારના લાડડામાંથી તૈયાર કરવામાં આવે છે. કારણ કે જૂના બેડમિન્ટન કોર્ટમાં 30 વર્ષે પણ કોઇ મુશ્કેલી ઉભી થઇ ન હતી. જ્યારે કે નવા કોર્ટનું લાકડું એક વર્ષ પણ ટકી શક્યું નહીં આમ પ્લાય નો ઉપયોગ કરાયો હોવાનું જણાય રહ્યું છે.
