અમદાવાદ માં વિધવા આધેડ મહિલા ને દેહ વ્યાપાર કરાવતી હોવાની ધાક ધમકી આપી પોલીસ ની ઓળખ આપી ચાર યુવતીઓ એ પતાવટ માટે 30 હજાર ની માંગ કરતા થયેલા હોબાળા બાદ પહોંચેલી અસલી પોલીસે ચારેય નકલી મહિલા પોલીસ ને ઉચકી લીધી હતી એ નકલી મહિલા પોલીસ માં એક યુવતી આ મહિલા ના ત્યાં જ દેહ વ્યાપાર માટે આવતી હોવાની વાત નો ખુલાસો થયા બાદ વિધવા મહિલા ની કરુણ વાસ્તવિકતા પણ સામે આવી છે ,જે સાંભળી ઉપસ્થિત પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
જે આધેડ મહિલા પાસે આ ચાર યુવતીઓ નકલી પોલીસ બની ને તોડ કરવા ગઈ હતી તે મહિલા એક સમયે ખાડિયામાં પોતાના પતિ, પુત્રી અને બે જોડિયા પુત્રો અને નણંદ સાથે રહેતી હતી પણ કમનસીબે પતિનું 14 વર્ષ પહેલા બીમારીથી અવસાન થતા જ આ મહિલા નું જીવન સંઘર્ષમય બની જાય છે અને છેલ્લી આશા સમાન બે પુત્રો ને મોટા કરવા આમતેમ ફાંફા મારી જેમતેમ ગાડું ગબડાવે છે અને એજ આશા એ કે પતિ હવે દુનિયા માં નથી પણ બન્ને દીકરા મોટા થશે એટલે પોતાને કામ નહીં કરવું પડે અને પાછલી જિંદગી સારી જશે પણ કુદરત ને કઈ બીજું જ મંજુર હોય તેમ બે જોડિયા દીકરાએ 45 દિવસ માટે ઉધ્ધાન તપ કર્યુ અને એ હદે ધાર્મિક થઇ ગયા કે એકે 8 વર્ષે અને બીજાએ 12 વર્ષની વયે દીક્ષા લઈ લીધી અને હાલમાં બંને સુરતના એક આશ્રમમાં જૈન મુનિ તરીકે રહે છે. સમય જતાં માતા એ મહેનત કરી દીકરીને પરણાવી પણ દીધી પણ પોતાની ફરજ માટે આ જિંદગી જીવવા કોઈ કામ ન મળતા દેહ વ્યાપાર કરવાનો વારો આવ્યો.
હાલ ખાડિયામાં આવેલી એક પોળમાં રહેતી 50 વર્ષીય મહિલા તેની નણંદ સાથે રહે છે. તેઓ એ જણાવ્યું હતું કે તેના પતિ 14 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. દીકરી સાસરે છે અને બે પુત્રોએ દીક્ષા લઈ મુનિ બની ગયા છે. જે સુરત ખાતે દેરાસરમાં રહે છે. પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહનું કોઈ સાધન નહીં હોવાથી તેણે ઘરે દેહવ્યાપાર શરૂ કર્યો હતો. જોકે, હાલ આ મહિલાએ દેહવ્યાપાર બંધ કરી દીધો છે. જ્યારે દેહવ્યાપાર કરાવતી હતી ત્યારે તેને ત્યાં પ્રીતિ જાદવ નામની એક યુવતી પણ આવતી હતી અને તે પણ દેહવ્યાપાર કરતી હતી આમ અગાઉ પોતાને ત્યાં આવતી જ યુવતી એ તોડ માટે કારસો ઉભો કર્યા નું બહાર આવ્યું છે.
