આજકાલ સામાન્ય માણસો માસ્ક પહેરવાનું ભૂલી જાય તો 200 નો દંડ ભરવો પડે છે ત્યારે રાજકીય અગ્રણીઓ પણ નિયમ તોડે તો દંડ ભરવો પડી રહ્યો છે .
રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ બુધવારે માસ્ક વિના જ કેબિનેટ બેઠકમાં પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી એ જયારે આ અંગે ટકોર કરી ત્યારે તેઓએ પોતાના ખિસ્સામાં રહેલું માસ્ક કાઢીને પહેર્યું હતું અને પછી નિયમ મુજબ દંડ પણ ભરી દીધો હતો.મંત્રી ઇશ્વરસિંહે જણાવ્યુ કે માસ્ક ખિસ્સામાં હતું, પણ કેબિનેટમાં જતી વખતે પહેરવાનું ભૂલી જવાયું હતું.
બેઠકમાં પહોંચ્યા બાદ મુખ્યમંત્રીએ માસ્ક પહેરવાનું જણાવતા તરત માસ્ક પહેરી લીધું હતું. જવાબદારી સ્વીકારી માસ્ક ન પહેરવા બદલ ગાંધીનગર મહાનગરપાલિકામાં 200 રૂપિયા દંડ પણ ભર્યો છે. આમ હવે તો આ અભિયાન પોલીસ ને પણ સોંપાયું છે ત્યારે લોકો હવે દંડ થી બચવા માટે પણ માસ્ક પહેરતા થયા છે.
