અમદાવાદઃ આખરે રાજકારણ પણ કોરોનાગ્રસ્ત બન્યું છે અને તેની સીધી અસર ચૂંટણી પર પડી છે, હાલ માં કોરોના નો વાવર ને અટકાવવા માટે સરકાર યુદ્ધ ના ધોરણે કામ પર લાગી છે ત્યારે બીજી તરફ હાલ ની સ્થિતિ ને ધ્યાને લઇ ગુજરાત રાજ્યસભાની 26 માર્ચે યોજાનારી 4 બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હોવાના અહેવાલ છે આ અંગે કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્ય સરકારના અભિપ્રાય અને રિકવેસ્ટ ને ધ્યાનમાં લઈ નિર્ણય કર્યો હોવાનું સૂત્રો એ ઉમેર્યું છે,બીજી તરફ ગુજરાત કોંગ્રેસે દ્વારા જયપુર માં ખસેડાયેલા ધારાસભ્યો ને પરત લાવવા કવાયત હાથ ધરી છે. કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને તેમજ લોકડાઉન વચ્ચે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને આજ સાંજ(24 માર્ચ) સુધીમાં જયપુરથી અમદાવાદ પરત લાવશે.આમ કોરોનો ની સ્થિતિ ને લઈ રાજકીય સમીકરણો ફરી એકવાર બદલાઈ ગયા છે.
