અમદાવાદ શહેરમાં રોગચાળા નું પ્રમાણ વધ્યુ છે, જેમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. અમદાવાદ માં ઘરે-ઘરે આવે તાવ અને ઝાડા ઊલટીના કેસોમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો એવા ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડના 10000થી વધુ દર્દીઓ અને મચ્છરજન્ય રોગો એવા ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયાના 25000થી વધુ દર્દીઓ હોવાનું બિનસત્તાવાર રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
રાજ્યભરમાં લોકો ને બેવડી ઋુતુનો અહેસાસ થઈ રહ્યો છે પરિણામે દિવસ અને રાત્રિના તાપમાનમાં દરરોજ એકથી પાંચ ડિગ્રી સુધીનો વધારો ઘટાડો થતાં વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધી રહ્યાં છે.
બપોર દરમિયાન સામાન્ય ગરમી અને રાત્રિના સમયે ઠંડી નો અનુભવાઈ થઈ રહ્યો છે, હાલમા ડબલ સિઝન અનુભવ થઈ રહ્યો હોય બીમારી નું પ્રમાણ વધ્યું છે.
