રાજ્ય માં આ વખતે ભાજપ ના નેતાઓ પાછળ કોરોના પડી ગયો હોય એકપછી એક ભાજપ ના નેતા સંક્રમિત બની રહયા છે.
અમદાવાદ ના સંત સંમેલન માં હાજર રહેનાર ગુજરાત ભાજપના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ડો.ઋત્વીજ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋત્વીજ પટેલે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.ગુજરાત ભાજપના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ડો.ઋત્વીજ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે ‘અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પાછલા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોઈ, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કોરેન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો.’ મહત્વનું છે કે અમદાવાદ ના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા સંત સંમેલન માં હાજર અન્ય ભાજપના નેતા અને કાર્યકર્તાઓ સાથે ઋત્વિજ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે આ સંત સંમેલનમાં સામેલ 40 નેતા કોરોના પોઝિટિવ આવ્યા છે અને આ સંમેલન માં મુખ્યમંત્રી સહિત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ હાજર રહયા હતા.
5
/ 100
SEO સ્કોર