ગુજરાત માં કોરોના પોઝીટીવ આવતા બંધ થાય કે સ્થિતિ કાબુ હેઠળ આવે પછીજ લોકડાઉન ખુલે તેવા અણસાર જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં થઈ રહેલા ઝડપી વધારો જોતાઆગામી 3 દિવસના કેસોનું વિશ્લેષણ કર્યા બાદ રાજ્યમાં તબકકાવાર લોકડાઉન પાછુ ખેંચવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ હાલ કેસ વધી રહ્યા છે. હાલ ની મુદત 14મી એપ્રિલે પૂર્ણ થાય છે. પરંતુ ગુજરાતમાં તે 30 એપ્રિલ કે તેથી વધુ લંબાઇ તેવી ચર્ચા છે. લોકડાઉનમાં વધુ 20 દિવસ જેટલો વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે, જો કેસો વધવાની સાથે લોકો લોકડાઉન ખુલશે તો એકબીજા ના સંપર્ક થી સ્થિતિ વધુ વણસી શકે તેવા સંજોગોમાં લોકડાઉન નો સમય ગાળો વધવાની પુરી શકયતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
