દિલ્હી માં તબલીઘી જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગ માં ગયેલા વલસાડ ના 24 લોકો પરત ફરતા વલસાડ નું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે અને આ પૈકી 14 ને ઓળખી કઢાયા છે જ્યારે 14 નો સંપર્ક કરવા તંત્ર મથામણ કરી રહ્યું છે દિલ્હી માં યોજાયેલ આ ધાર્મિક કાર્યક્રમ માંભારત સહિત વિવિધ 15 દેશ માંથી આવેલ લગભગ 1700 જેટલા લોકો એકત્ર થયા હતા. જે પૈકીના1033 લોકો તો પોતાના વતન પહોંચી ચૂક્યા છે. જેમાંના24થી વધુકોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને 9ના મોત થઈ ગયા છે. તબલીઘી જમાતના આ કાર્યક્રમમાં ગુજરાત ના વલસાડ, સુરત , ભાવનગર બનાસકાંઠાના ભાભરના પણ 11 લોકો પણ ગયા હતા જે પૈકી સુરત મહાનગરપાલિકાએ 72 લોકોની શોધખોળ ચાલુ કરી છે અને મળેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.જે પૈકી ભાવનગર માં એક નું મોત પણ થઈ ચૂક્યું છે.
આ ગંભીર મામલે ત્યાંથી પરત ગુજરાતમાં આવેલાઓ ની તપાસ શરૂ કરી તેમને ક્વોરન્ટીન કરાવવા માટે કાર્યવાહી હાથ ધરીછે. ક્રાઈમ બ્રાન્ચડીસીપી દીપન ભદ્રન અને ATS એસપી હિમાંશુ શુકલાને આ અંગે ની જવાબદારી સોંપાઈ છે. આ લોકોને શોધીને તાત્કાલિક ક્વોરન્ટીન કરવામાટે ગુજરાત સરકારનું આખું તંત્ર કામે લાગ્યું છે. રાજ્ય પોલીસવડાએ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને અત્યારે ઉચ્ચ અધિકારીઓ સાથે આવા તમામલોકોને શોધવા બાબતે મીટીંગ કરી છે. તબલીઘી જમાતના લોકોને શોધવા માટે પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની મદદ લીધી છે. તેમજ આ શંકાસ્પદ વ્યક્તિઓને શોધીને એમના સંપર્કમાં આવેલા તમામની વિગતો એકઠી કરી તમામને તાત્કાલિક ક્વોરન્ટીન કરવા આદેશ કર્યાં છે. ત્યારે વલસાડ માં પણ ત્યાંથી પરત આવેલા 10 નો સંપર્ક થયો છે અને બાકીના 14 ને શોધી કાઢવાની કવાયત ચાલુ છે.
