અમદાવાદ માં કોરોના ની સ્થિત વિકટ છે અને હવેતો ડોકટરો પણ સંક્રમણ નો ભોગ બની રહ્યા ની વાતો સપાટી ઉપર આવી રહી છે ત્યારે સિવિલ કેન્સર હોસ્પિટલમાં શુક્રવારે હોસ્પિટલ સ્ટાફના વધુ એક વ્યકિતનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કેન્સર હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવનો આંકડો 106 પર પહોંચી ગયો છે. હોસ્પિટલમાં તપાસ કમિટી તપાસ માટે આવે તો ડોક્ટરો કે સ્ટાફે એવું જણાવવું કે મને કોરોનાનો ચેપ હોસ્પિટલમાંથી નહિ બહારથી લાગ્યો છે, જો તેમ નહિ કરાય તો આકરા પગલા લેવાની ધમકી આપી હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે જોકે આ વાત અંગે હોસ્પિટલતંત્ર સતત ઇન્કાર કરી રહ્યું છે ત્યારે ખાનગી રાહે ગુપ્ત રીતે તપાસ કરવામાં આવે તો આખીવાત પ્રુફ સાથે બહાર આવી શકે તેમ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે
કોવિડ હોસ્પિટલમાં થતાં દર્દીનાં મોતના સમાચારને પગલે હાઇકોર્ટનાં જજ જે.બી. પારડીવાલાએ સુઓમોટો દાખલ કરીને દર્દીને અપાતી સારવાર અંગે તપાસ કરવા ચાર સભ્યોની કમિટી બનાવીને તપાસનાં આદેશઆપ્યાં છે. હાઇકોર્ટ દ્વારા નિમાયેલી તપાસ કમિટી કેન્સર હોસ્પિટલમાં પણ તપાસ માટે આવે તેવી શક્યતા પણ છે,આ અંગે કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર ડો. શશાંક પંડયા અગાઉ પણ વિવાદ માં રહ્યા છે અને તેઓ સામે પગલાં પણ ભરાયા હતા,હાલ સ્ટાફ માં જ અંદરોઅંદર કોરોના પોઝીટીવ મામલે ફરિયાદો ઉઠતી આવી છે. અત્રે નોંધનીય છે કે શુક્રવારે કેન્સર હોસ્પિટલના એમઆરઆઇ વિભાગમાં ફરજ બજાવતાં એક કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કેન્સર હોસ્પિટલનાં સ્ટાફમાં પોઝિટિવ કેસનો આંકડો 106 પર પહોંચ્યો છે. આમ ખૂબ કર્મચારીઓ અને રેસિડન્ટ તબીબો આ સ્થિતિ માં કામ કરી રહ્યા છે. અગાઉ સ્ટાફે હોબાળો મચાવ્યો હતો જેના કલીપ પણ વાયરલ થયા હતા. એક વાત સ્પષ્ટ છે કે જ્યાં કોરોના ના દર્દીઓ નો વોર્ડ છે ત્યાંથી સેન્ટ્રલ એસી ની લાઇન એકજ છે,તેમજ ખુબજ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા કેન્સર ના દર્દીઓ અને સગા ને પણ કોરોના ચેપ લાગવાની સંભાવના અગાઉ પણ વ્યક્ત કરાઇ છે સ્ટાફ સંક્રમિત હોય તો શું પરિણામ આવે તેની કોઈ કલ્પના પણ કરતું નથી ત્યારે આ અંગે કમિટી તપાસ કરે તે ઇચ્છનીય છે.
