હાલ લોકડાઉં ચાલી રહ્યું છે ત્યારે ગુટખા ,બીડી ,મસાલા,ફાકી ,તમાકુ,ચૂનો ,છીકણી ,સિગારેટ ,ડોડવા વગેરે ની લતધરાવતા વ્યસનીઓ ની હાલત ખુબજ ખરાબ થઇ ગઈ છે ત્યારે આ અંગે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં આવા બંધાણીઓ ને તરતજ વસ્તુ પુરી પાડવા જણાવાયું છે, વિગતો મુજબ ગુજરાતના મનોવિજ્ઞાનના 7 અધ્યાપકોએ મુખ્યમંત્રીને પત્ર લખી તેઓનું ધ્યાન દોર્યું છે. પત્રમાં જણાવાયું છે કે તેઓએ 45 હજારથી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરી તારણ કાઢ્યું છે. ગુજરાતના લોકોની ધીરજ ખુટી છે. લોકડાઉન સિવાય કોઇ વૈકલ્પિક યોજના બનાવવા માંગ છે. વ્યસન મનોશારીરિક બીમારી છે. તેની સ્વાસ્થ્ય પર અસર પડે છે. પરંતુ વ્યસનની વસ્તુ ન મળવાથી માનસિક અને શારીરિક અસરો ખૂબ જ ભયાનક આવી શકે છે. સરકાર પર લોકોને ભરોસો છે ત્યાં સુધીમાં છૂટછાટ આપવી જરૂરી છે. અતિ બંધન માનસિક સ્થિતિને બગાડી શકે છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણએ જણાવ્યું હતું કે,હું અને અમદાવાદના મનોચિકિત્સક ગોપાલ ભાટીયા, વિદ્યાનગરના મનોવિજ્ઞાનના અધ્યક્ષ સુરેશ મકવાણા, રાજેશ પરમાર, કરસન ચોથાણી, ડો.સુતરીયા અને ડો. મેહુલ આ બધા મનોવૈજ્ઞાનિકોએ ભેગા થઇને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમાં મનોવિજ્ઞાની સુખાકારીના કેટલાક સુચનો મોકલ્યા છે. 45 હજાર લોકોનું કાઉન્સેલિંગ કર્યા બાદ અમને જાણવા મળ્યું છે કે, લોકડાઉનથી લોકો હવે કંટાળ્યા છે. વ્યસની લોકોની મનોસ્થિતિ ખૂબ જ ખરાબ છે. મોરબીમાં દુખદ ઘટના બની તેવી ઘટના ન બને તે માટે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. અતિ બંધન છે તેને હળવા બંધન કરવાના આવે તેવા સુચનો પણ મોકલ્યા છેઆમ આ રજુઆત બાદ નાના વ્યશનીઓ માટે કંઈક રસ્તો નીકળવાની આશા બંધાઈ છે.
