દુનિયા ની સરહદો ઓળંગી ને ભારત માં ઘુસી ચૂકેલા કોરોના વાયરસને લઇ હજારો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને ખુબજ નિકટ ના લોકો ને તેની ભયાનકતા ને અંદેશો આવી ચુક્યો હતો કે કોરોના વાયરસ કેટલો ખતરનાક અને સંક્રામક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં શરૂઆતનાં આકલન પ્રમાણે કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યક્તિથી સરેરાશ 1.4થી 2.5 લોકોમાં સંક્રમણ ફેલાય છે. અન્ય અભ્યાસોમાં કોરોના સંક્રમણનાં દરને 3.6થી 5.8 સુધી બતાવવામાં આવ્યો છે. જો એકથી સરેરાશ 3 સંક્રમણને લઇએ તો ચેન બન્યા બાદ ફક્ત એક વ્યક્તિથી હજારોમાં સંક્રમણ ફેલાશે.
યૂનિવર્સિટી કૉલેજ લંડનમાં યૂસીએલ ઇન્સિટ્યૂટ ફોર હ્યૂમન એન્ડ પરફોર્મન્સનાં ડાયરેક્ટર પ્રોફેસર હુગ એડવર્ડ મોંટગોમરીએ કોરોના વાયરસનાં સંક્રમણને ખતરનાક ગણાવ્યું છે. બ્રિટનની ચેનથી 4 સાથે વાતચીતમાં પ્રોફેસર મોંટગોમરીએ જણાવ્યું કે નોર્મલ ફ્લૂમાં સંક્રમિત વ્યક્તિ સરેરાશ 1.3થી 1.4 લોકો સુધી સંક્રમણ ફેલાવી શકે છે. જો આ ચેન 10 વાર ચાલે તો પણ એક વ્યક્તિથી 14 લોકોમાં ફ્લૂ ફેલાઇ શકે છે.
ખુબજ ઝડપ થી ફેલાતા કોરોના વાયરસ ઘણો જ સંક્રામક છે. આનાથી સંક્રમિત એક વ્યક્તિથી સરેરાશ 3 લોકોમાં સંક્રમણ ફેલાય છે. પહેલી નજરે આ આંકડો નાનો દેખાય છે, પરંતુ હકીકતમાં આ ઘણો જ ડબિહામણો છે. કોરોના જે રીતે ફેલાય છે તેનું સાદું મુલ્યાંકલ આ રીતે કરી શકાય 3, એ ત્રણથી 9, એ 9થી 27, એ 27થી 81…. એમ જો આ ચેઇન 10 વાર ચાલે તો એક વ્યક્તિ લગભગ 59,000 લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવી શકે છે અને આજ કારણ કે આગળ કરી લોકો ને પોતાના ઘરો માં પુરાઈ રહ્યા વગર છૂટકો નથી
ભારતમાં 12થી વધારે કોરોના સંક્રમિત લોકોનાં ટ્રેનમાં સફર કરવાની પુષ્ટિ થઈ ચુકી છે. જુદાજુદા રાજ્યો ના હજારો પેસેન્જરો જુદાજુદા સ્ટેશન પર ઉતરીને પોત પોતાના ઘરે ગયા હશે. આ દરમિયાન હજારો લોકો તેમના સંપર્કમાં આવ્યા હશે તો ઉપર ના સદા ગણિત મુજબ કેક્યુલેટ કરો તો ખ્યાલ આવી શકે કે કેટલા ચેપગ્રસ્ત બની ચુક્યા હશે.
દિલ્હી માં એક સામે આવેલી હકીકત માં અહીંના શાલીમાર બાગની એક મહિલા સાઉદી અરબથી પરત ફરી ત્યારે ઠંડી, શરદી, તાવની ફરિયાદ સાથે સ્થાનિક ડૉક્ટર પાસે ગઈ હતી. ત્યારબાદ જીટીબી હૉસ્પિટલ પહોંચી, જ્યાં તેને આરએમએલ હૉસ્પિટલ રેફર કરવામાં આવી. ત્યાં તપાસમાં કોરોના પોઝિટિવ મળ્યો. હવે તેનાથી 6 અન્ય લોકોને સંક્રમણની પુષ્ટિ થઈ ચુકી છે. તેણે જે સ્થાનિક ડૉક્ટરને સૌથી પહેલા બતાવ્યું હતુ તે પણ પોઝિટિવ છે. તેની બે દીકરીઓ પણ પોઝિટિવ છે. આમ આ વાયરસ ની ભયાનકતા સામે આવી છે જેને સહેજ પણ ઇગ્નોર કરી શકાય તેમ નથી ત્યારે સરકાર ગંભીર બની છે અને આ વાયરસ ને જો આગળ વધતો અટકાવવો હશે તો સંપર્ક ટાળવો પડશે તેજ પ્રાથમિક મેડીસીન હોવાનું દુનિયા એ સ્વીકાર્યું છે.
