અમદાવાદ માં કોરોના ની વિસ્ફોટક સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલ માંથી રઝળતા મુકાયેલા 25 જેટલા પોઝીટીવ દર્દીઓ ના સમાચાર સત્યડે ડોટકોમ સહિત ના મીડિયા માં પ્રસારિત થયા બાદ લોકો માં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને લોકો માં સિવિલ ના સત્તાધીશો ટ્રોલ થયા હતા અને ઉપરથી પ્રેશર આવતા જ સિવિલ વાળા દોડતા થઈ ગયા હતા અને આ મેટર ઉપર ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જે દર્દી એ હોસ્પિટલ ની બેદરકારી નો વિડીયો બનાવ્યો હતો તેની જ પાસે સિવિલ માં સારી સુવિધા મળી રહી છે નો પોઝીટિવ વિડીયો બનાવી શેર કરાયો હોવાની વાત સામે આવી છે. હાલ કોરોના દર્દીઓ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની મોટામાં મોટી કોવિડ 19 હોસ્પિટલમાં અમદાવાદના ગાંધીરોડના 25 પોઝિટિવ દર્દીઓને વોર્ડમાં જગ્યા જ નથી એવું જણાવી 6 કલાક બહાર ધકેલી દીધા હતા. હોસ્પિટલ કે સરકારી તંત્રએ કોઈ જ ધ્યાન આપ્યું ન હતું. જેનો વીડિયો જાહેર થયા બાદ દોડતા થયેલા તંત્રએ તમામને વોર્ડમાં દાખલ કરી કામગીરી કરી હતી. આજે સવારે સિવિલ હોસ્પિટલના ડોકટરો દ્વારા જે પોઝિટિવ દર્દી સોનુ નાગર દ્વારા વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો તેની પાસે સિવિલ હોસ્પિટલમાં સારી સુવિધાઓ મળતી હોવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જોકે ત્યાં સુધીમાં આ ચેપી રોગ ક્યાં સુધી ફેલાઈ ગયો હશે તેનું આ લોકો ને ભાન નથી સિવિલ હોસ્પિટલ ની બેદરકારી ને કારણે સરકાર ની છબી બગડી રહી છે ત્યારે આ મામલો ભારે ચર્ચા જગાવી રહ્યો છે અને ઉપર ના સત્તાધીશો ધ્યાન આપે તે જરૂરી છે.
