અમદાવાદ ની GCRI સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલ માં સ્ટાફ ને કોરોના નું સંક્રમણ હોવાના સત્યડે ડોટકોમ માં વિસ્તાર થી પ્રકાશિત થયેલા અહેવાલો બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું અને ઉપરીઓ શા માટે સ્ટાફ ની જિંદગી સાથે ચેડા કરે છે અને રીપોર્ટ કરાવવાની ના પાડી રહ્યા છે તે અંગે ના સવાલો ઉઠાવી કેન્સર ના દર્દીઓને જોખમ હોવા અંગે વિસ્તૃત અહેવાલો ફ્લેશ કરતા આખરે થયેલી તપાસ માં સોમવારે રેડિયોલોજી વિભાગના 3 ડોક્ટર અને 1 નર્સ સહિત 4નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સ્ટાફમાં કોરોના પોઝિટિવનો આંકડો 74 હોવાની વાત સાબિત થઈ ગઈ છે જે અંગે અત્યાર સુધી કોઈ સાંભળતું ન હતું. ચોંકાવનારી વાત તો એ છે કે અહીં આ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં આવતાં દર્દી પણ આ ડોક્ટરોના સંપર્કમાં આવ્યાં હોવાથી ઘરે જઇને અન્યને પણ ચેપ ફેલાવ્યો હોવાની શક્યતા છે.
હોસ્પિટલમાં સૌપ્રથમ રેડિયોલોજી વિભાગની નર્સનો 17 એપ્રિલે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પરંતુ હોસ્પિટલે રેડિયોલોજી વિભાગમાં સેનિટાઇઝેશન કે ફ્યુમિગેશનની કામગીરી કરી ન હતી કે હોસ્પિટલ સ્ટાફના ટેસ્ટ કરાયા ન હતા તેમજ પીપીઇ કિટ, સેનિટાઇઝર અને માસ્ક જેવાં સુરક્ષાનાં સાધનો ન અપાતા હવે રેડિયોલોજી વિભાગમાંથી ફેલાયેલો ચેપ વિવિધ વિભાગમાં પ્રસર્યો છે. સોમવારે રેડિયોલોજી વિભાગના 3 ડોક્ટર અને 1 નર્સ સહિત વધુ 4 લોકો કોરોના સંક્રમણ માં આવ્યાં છે. આ 3 ડોક્ટરો પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 26થી વધુ સિનિયર-જુનિયર ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, લેબ ટેક્નિશિયન, ઓપરેટર અને એચઆર વિભાગના કર્મચારી મળી 74 કર્મીઓ કોરોના ના વાયરસ ના સંક્રમણ નો ભોગ બન્યા છે.
વિગતો મુજબ ગત 17 એપ્રિલથી અત્યાર સુધીમાં રેડિયોલોજી વિભાગમાં સેનિટાઇઝેશન કરાયું નથી, જેથી રેડિયોલોજી વિભાગમાં સારવાર લેવા ગયેલાં દર્દીઓ ડોક્ટરો-નર્સના સંપર્કમાં આવવાથી કોરોના થી ચેપગ્રસ્ત બન્યા હોવાની શક્યતાઓ જોવાઇ રહી છે અહીં આ કર્મચારીઓ નું ઉપરીઓ સાંભળતા ન હતા અને આખરે સ્ટાફ અને દર્દીઓ ની જિંદગી સાથે ચેડાં થયા હોવાનો મામલો પ્રકાશ માં આવ્યો છે ત્યારે હવે આ પ્રકરણમાં કોઈ ને જવાબદાર ઠેરવી સજા થશે કે પછી ભીનું સંકેલાઈ જશે તે સામે સૌની મીટ મંડાઈ છે.
