કોરોના માં ઘેરાયેલા લોકો ને ટીવી માં સહાય પેકેજ ની જાહેરાત બાદ 1 લાખ ની લોન વાળું કોકડું હજુ વિવાદ માં છે અને લોન ના ફોર્મ ભરવા ગયેલાઓ વીલા મોઢે પાછા ફરી રહયા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે નાના એકમો જેઓ એમએસએમઇમાં રજિસ્ટર ના હોય તેમને પણ લાભ આપવાનું વિચારી રહી છે અને મહત્વના નિર્ણય માં વાર્ષિક વેચાણ 100 કરોડ કરતાં ઓછું હોય એવા ધંધાર્થીઓને પણ લાભ આપવાનું નક્કી કરી નાખ્યું હોવાનું સૂત્રો એ જણાવ્યું છે.
કેન્દ્ર સરકારે આત્મનિર્ભર યોજના હેઠળ મોટો સુધારો કરીને બિઝનેસ એન્ટરપ્રાઇઝને વધારે ફાયદો કરી આપ્યો છે. જેઓની બાકી લોન રૂ. 25 કરોડથી ઓછી હોય અને 2018-19 માં વાર્ષિક વેચાણ 100 કરોડ કરતાં ઓછું હોય એવા ધંધાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે. હવે ગવર્મેન્ટ જાહેર કરેલ સ્કીમમાં 20 ટકા સુધીની વધારાની લોન લઈ શકશે. આ સુધારાથી ટેક્સટાઇલ વેપારીઓ, હોલસેલ વેપારીઓ, નાના ટ્રેડરો, હોટેલ બિઝનેસ, બિલ્ડર અને રિટેલ ટ્રેડરોને પણ આ યોજના હેઠળ લોન મળી શકશે.વિગતો મુજબ એમએસએમઇની વ્યખ્યામાં આવતા નથી તેવા વેપારીઓને પણ આમાં આવરી લેવામાં આવ્યા છે. જેથી હોલસેલર અને રિટેલરને પણ આનો લાભ મળી શકશે આમ કરી એકવાર લોન ની જાહેરાત થતા લોન માટે ફરીએકવાર ઇન્કવાઈરી ચાલુ થઈ ગઈ છે. જોકે હાલ લોકો બેકાર અને કંગાળ થઈ ગયા છે ત્યારે મતદાર યાદી માં સમાવિષ્ટ તમામ નાગરિકો ને રોકડ સહાય અને વીજ બિલ , સ્કૂલ ફી , વેરા,ભાડા વગેરે બાબતો ને ધ્યાન માં લે તે જરૂરી છે.
