કોરોના વાયરસ ની ગંભીરતા હવે બહાર આવી રહી છે અને આ રોગ નો હજુસુધી કોઈ ઈલાજ શક્ય બન્યો નથી પરંતુ ટીબી અને એચઆઈવી સહિત ની કેટલીક એન્ટિબાયોટિક દવાઓ થીજ આ રોગ માં કેટલાક રિજલ્ટ મળી રહ્યા છે આ બધા વચ્ચે કોરોના અંગે અમેરિકી સંશોધનકારોના જણાવ્યા અનુસાર, જ્યારે કોરોનાથી પીડિત વ્યક્તિને છીંક આવે છે અથવા ખાંસી આવે છે, ત્યારે મોંમાંથી નીકળતી લાળ કે છાંટા થી વાઈરસ બહાર ફેલાય છે અને તે હવામાં લાંબો સમય રહે છે અને 27 ફૂટના અંતર સુધી જઈ શકે છે. આ રિસર્ચ અમેરિકામા મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી)ના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું છે.
ફેસ માસ્કને લઈને રિસર્ચ કરવાની જરૂર
સેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના એસોસિયેટ પ્રોફેસર લાયડિયા બાઉરોઈબાના અનુસાર, સોશિયલ ડિસ્ટેંસિંગ 2 ફૂટ વધારવા માટે સલાહ આપવામાં આવી છે. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, સર્જિકલ માસ્ક અને એન95 માસ્ક આ જોખમથી બચાવવા માટે કેટલા સમય સુધી અસરકારક છે તે અંગે હજુસુધી ચોક્કસ સંશોધન થઈ શકયું નથી.
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, જ્યારે કોરોનાવાઈરસથી સંક્રમિત કોઈ વ્યક્તિ ઉધરસ ખાય છે અથવા છીંક ખાય છે ત્યારે તેના થૂંકના સુક્ષમ કણો હવામાં ફેલાય જાય છે. આ કણો દ્વારા સંક્રમણ ફેલાય છે. જ્યારે વ્યક્તિને છીંક આવે છે ત્યારે થૂંકના 3,000 થી વધુ કણો નીકળે છે. જોકે,હવામાં ભેજ હોય કે વધુ તાપમાન હોય ત્યારે તેની અસરો જુદી જુદી હોય છે. તેથી આ વાત ઉપર થી અંદાજ આવે છે કે કોરોના નું સંક્રમણ કેટલું ખતરનાક હોય છે તેથીજ આ કાળજી લેવાની હોય છે અને બહાર કામ વગર જવું નહિ, લોકો થી અમુક અંતર રાખવું , માસ્ક પહેરવો વગેરે સલાહ અપાઇ રહી છે જેથી આગળ ચેપ વધતો અટકી શકે.
