કોરોના વાયરસ ની ગંભીરતા જાણ્યા વગર જ દિલ્હી માં એકત્ર થયેલા મુસ્લિમ સમાજ ના એક ધાર્મિક કાર્યક્રમે ભારે વિવાદ અને સરકાર ની મુશ્કેલી વધારી દીધી છે વિગતો મુજબ દિલ્હીમાં તબલીઘી જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ 15 દેશ માંથી આવેલ લગભગ 1700 જેટલા લોકો એકત્ર થયા હતા. જે પૈકીના1033 લોકો તો પોતાના વતન પહોંચી ચૂક્યા છે. જેમાંના24થી વધુકોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને 9ના મોત થઈ ગયા છે. તબલીઘી જમાતના આ કાર્યક્રમમાં ગુજરાત ના સુરત , ભાવનગર થી પણ અનેક લોકો ભાગ લેવા ગયા હોવાની જાણ થતા ગુજરાત સરકાર દોડતી થઈ છે. તેમની શોધખોળ માટે ભાવનગર જિલ્લા રેન્જ આઇજીએ અશોક યાદવે સ્પેશિયલઈન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરી તપાસ ચાલુ કરી દીધી છે.રેન્જ IG અશોક યાદવે કહ્યું કે આ કાર્યક્રમમાંભાવનગરના 13 અને બોટાદના 4 લોકો મળી17 લોકોએ ભાગ લીધો હતો. આ 17 લોકોમાંથી એકનું કોરોનાને કારણે મોત પણ થઈ ગયું છે. જ્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર મુજબતબલીઘી જમાતના 76 લોકો આ કાર્યક્રમમાં ગયા હતા. આ ઉપરાંત બનાસકાંઠાના ભાભરના પણ 11 લોકો આ કાર્યક્રમમાં સામેલ થયા હોવાની ચર્ચા ચાલી છે. જેમાંથી સુરત મહાનગરપાલિકાએ 72 લોકોની શોધખોળ ચાલુ છે. જે પૈકી મળેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.
ક્રાઈમ બ્રાન્ચ, ATSઅને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
આ મામલે ભાવનગર જિલ્લાપોલીસે પણ તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ ઉપરાંત ભાવનગર રેન્જના આઈજીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી તેમને ક્વોરન્ટીન કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
તબલીઘીના કાર્યક્રમમાં ગયેલા 76 લોકો અંગેસુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, 76 સુરતીઓ દિલ્હી ગયા હતાં આ લોકોમાં પણ કોરોનાનો ચેપ હોય શકે છે માટે આ તમામ લોકોને હાલ શોધવાની કામગીરી ચાલી રહી છે. લોકોને વિનંતી કરતાં કમિશનરે મીડીયા ના માધ્યમ થી જણાવ્યું કે કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે આવા લોકો સામે થી સંપર્ક કરે અથવા જે લોકો બાજુમાં રહેતા હોય તે માહિતી આપી શકે છે. ક્રાઈમ બ્રાન્ચડીસીપી દીપન ભદ્રન અને ATS એસપી હિમાંશુ શુકલાને આ અંગે ની જવાબદારી સોંપાઈ છે. આ લોકોને શોધીને તાત્કાલિક ક્વોરન્ટીન કરવામાટે ગુજરાત સરકારનું આખું તંત્ર કામે લાગ્યું છે. રાજ્ય પોલીસવડાએ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને અત્યારે ઉચ્ચ અધિકારીઓ સાથે આવા તમામલોકોને શોધવા બાબતે મીટીંગ કરી છે. તબલીઘી જમાતના લોકોને શોધવા માટે પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની મદદ લીધી છે. તેમજ આ શંકાસ્પદ વ્યક્તિઓને શોધીને એમના સંપર્કમાં આવેલા તમામની વિગતો એકઠી કરી તમામને તાત્કાલિક ક્વોરન્ટીન કરવા આદેશ કર્યાં છે.
કાર્યક્રમમાંથી આવ્યાના બીજા જ દિવસે ભાવનગર જિલ્લાના અબ્દુલ કરીમભાઈનું ગુજરાત આવ્યાના બીજા દિવસે જ કોરોનાને કારણે મોત થઈ ગયું છે. હાલ ચાર લોકોને હોમ ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
કોરોના જેવા મહા ચેપી રોગ અંગે પણ બેદરકારી દાખવી આવા લોકો લોકડાઉન નો ભંગ કરી બીજાને મુસીબત માં મૂકી રહ્યા છે કે જેઓને જરાપણ ગંભીરતા નથી. દિલ્હી માં દેશ,વિદેશ થી અનેક મુસ્લિમ લોકો આ કાર્યક્રમમાં એકઠા થયા હતા જેઓ પોતાના એરિયા માં જઈ કોરોના ફેલાવી રહ્યા નું સપાટી ઉપર આવ્યું છે અને તે પૈકી ગુજરાત ના સુરત અને ભાવનગર માં પણ આ લોકો ઘુસી જતા તંત્ર દોડતું થઈ ગયું છે.
