રિક્ષા ચાલકોના યુનિયનોએ અમદાવાદમાં ૭મી જુલાઈએ હડતાળનું અઠવાડિયા પહેલાં જ એલાન કર્યું હતું. યુનિયનો દ્વારા પાંચ અલગ અલગ માગણી કરાઈ છે, તેમનું કહેવું છે કે, દિલ્હી-તેલંગાણા વગેરે રાજ્યોમાં સરકારે રિક્ષા ચાલકોને સહાય પેકેજ આપ્યું છે, ગુજરાતમાં ત્રણ મહિના લેખે રિક્ષા ચાલકોને ૧૫ હજાર સહાય આપવી જોઈએ, તેમના વીજ બિલ બાળકોની સ્કૂલ ફી, મ્યુનિસિપલ ટેક્સ બિલ માફ કરવાની માગણી કરાઈ છે.
