‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેવા અને ટ્રમ્પ સાથે મુલાકાત કરવા માટે ગુજરાતના 2000 જેટલા ઉદ્યોગપતિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યના ઉદ્યોગ કમિશ્નર અને ઇન્ડેક્સ-બી તરફથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહીત વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ અને ઓદ્યોગિક એસોસિએશન્સને કહેવામાં આવ્યું હતું.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા પ્રમાણે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાંથી અંદાજીત 550થી વધુ બિઝનેસમેનોએ આ કાર્યક્રમમાં ભાગ લેવાની ઈચ્છા દર્શાવી છે. તેવી જ રીતે સુરત ચેમ્બરે 600 અને વડોદરા ચેમ્બરે 600 લોકોના નામ નોંધાવ્યા છે. રાજકોટમાંથી લગભગ 100 જેટલા ઉદ્યોગપતિઓ ટ્રંપને આવકારવાના કાર્યક્રમમાં ભાગ લેશે.