2002માં ગોધરાકાંડ પછીના કોમી તોફાનોમાં તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના આરોપીઓને ક્લિનચીટને પડકારતી અરજી પર હવે સુપ્રીમ કોર્ટમાં 26મી નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.
સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) દ્વારા નરેન્દ્ર મોદીને ગુલમર્ગ હત્યાકાંડ અંગે ક્લિનચીટ આપવામાં આવી છે. જસ્ટીસ એ.એમ.ખાનવિલકરની બેન્ચ સમક્ષ કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝકીયા જાફરીએ નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લિનચીટને કોર્ટમાં ચેલેન્જ કરી છે.
SIT વતી દલીલ કરતા સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું કે ઝકીયા જાફરીની અરજી માન્ય રાખી શકાય એમ નથી અને તિસ્તા શેતલવાડ આ કેસમાં દ્વિતીય પીટશનર પણ નથી. કોર્ટે કહ્યું કે સુનાવણી દરમિયાન તિસ્તાને સેકન્ડ પીટીશનર તરીકે જોડી શકાય કે કેમ તે અંગે હવે પછી જોવામાં આવશે.
આ હત્યાકાંડમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીને જીવતા ભૂંજી નાંખવામાં આવ્યા હતા અને કુલ 68 મુસ્લિમોને રહેંસી નાંખવામાં આવ્યા હતા. અહેસાન જાફરીના વયોવૃદ્વ પત્ની ઝકીયા જાફરીએસુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી તે વખતા ગુજરાતના મુખ્યમંત્રી અનેહાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લિનચીટને પડકારી છે.
ઝકીયા જાફરીએ ગુજરાત હાઈકોર્ટમાંપીટીશન કરી કહ્યું હતું કે ગુલમર્ગ હત્યાકાંડ એક ષડયંત્ર હતું પરંતુ કોર્ટે ગુલમર્ગ હત્યાકાંડને ષડયંત્ર માનવાનો પણ ઈન્કાર કર્યો હતો. આ સુનાવણી જજ સોનિયા ગોકાણી સમક્ષ ત્રીજી જુલાઈ 2017માં પૂર્ણ કરવામાં આવી હતી. પીટીશનમાં ડિમાન્ડ કરવામાં આવી હતી કે મોદી અને વરિષ્ઠ પોલીસ અધિકરીઓ સહિત 59 અન્ય લોકોએ ષડયંત્રના ભાગરૂપે ગુલમર્ગમાં હત્યાકાંડ કર્યો હતો. ગુજરાત રમખાણો અંગે નરેન્દ્ર મોદીને 2013માં ક્લિનચીટ આપી દેવામાં આવી હતી.
28 ફેબ્રુઆરી 2002ના દિવસે કોંગ્રેના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ઓછામાં ઓછા 68 લોકોની હત્યા કરવામાં આવી હતી. માર્ચ 2008માં સુપ્રીમ કોર્ટ દ્વાર નિયુક્ત કરાયેલી એસઆઈટી દ્વારા ઝકીયા જાફરીના આક્ષેપોની તપાસ કરવામાં આવી હતી અને સીટે નરેન્દ્ર મોદીની 2010માં 10 કલાક પુછપરછ કરી હતી. બાદમાં આ આરોપોમાંથી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી દેવામાં આવી હતી. એસઆઈટીએ એવું કહ્યું હતું કે મોદી વિરુદ્વ કેસ ચલાવવા માટે કોઈ પુરાવા નથી. જાફરીના વકીલોએ કહ્યું હતું કે કોર્ટે સાક્ષીઓ અને સુપ્રીમ કોરેટના દિશા-નિર્દેશને નજર અંદાજ કર્યા છે અને તેમીન જૂબાનીને જરા પણ ધ્યાને લેવામાં આવી ન હતી.