પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ માં કોરોના વાયરસ ની સ્થિતિ ને ધ્યાનમાં રાખી આગામી 22 મી માર્ચ ના રોજ રવિવારે જનતા કરફ્યુ નો અમલ કરવા અપીલ કરી છે, લોકો માં આદત પડે તે હેતુ થી આ પ્રથમ તબક્કામાં આ દિવસે સવારે 7 થી રાત ના 9 વાગ્યા સુધી લોકો ને ઘર માંજ રહેવા અપીલ કરી છે અને જાહેર જરૂરિયાત સેવાકીય સરકારી કર્મચારીઓ તેમજ પ્રેસ સિવાય ના લોકો ને નિયમ પાળવા ભાર મૂક્યો છે અને એક સપ્તાહ સુધી લોકો ને ઘરે રહી કામ કરવા જણાવ્યુ છે અને કામ સિવાય બહાર નહિ નીકળવા અપીલ કરી છે પીએમ મોદી એ કર્મચારીઓ ના પગાર નહિ કાપવા પણ અપીલ કરી વૈશ્વીક હાડમારી માં સહયોગ આપવા અપીલ કરી છે
