શિક્ષણની પ્રાચિન પ્રણાલીમાં વપરાતા વૈદિક ગણિત વિસરાઈ રહ્યુ છે. ત્યારે અમદાવાદમાં વસતા 7 વર્ષના બાળકે વિશ્વ ફ્લક પર વૈદિક ગણિતની સ્પર્ધામાં મેદાન માર્યુ છે. અમદાવાદના વેજલપુરમાં વસતા દેવાન્સુ ઝાલા આંગણીનાં ટેરવે દાખલા ગણી બતાવે છે. 23મી ઇન્ટરનેશનલ સ્પર્ધા મલેશિયામાં યોજાઈ હતી. જેમા વિશ્વના 90 દેશોના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમા અમદાવાદનાં દેવાન્સુ ઝાલાએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 90 દેશના બાઈકોને દેવાન્સુએ ઝાંખા પાડી દીધા હતા. દેવાન્સુ ઝાલાએ 8 મિનિટમાં 200 દાખલા ગણીને પ્રથમ નંબર મેળવ્યો હતો. દેવાન્સુ ઝાલા હાલના કમ્યુટર યુગમાં હરતા-ફરતા કમ્યુટર બનીને ફરી રહ્યા છે. આ બાળક કમ્યુટર કરતાં પણ ઝડપી સ્પીડે દાખલા ગણીને વૈદિક ગણિતનું સ્વપ્નું સાકાર કર્યું છે.
સ્ટેટ લેવલ વૈદિક ગણિત સ્પર્ધા વડોદરામાં યોજાઈ હતી. જેમા દેસાન્સુ ઝાલા ત્રીજા ક્રમે અને મણીનગરની નેશનલ સ્પર્ધામા પાંચમાં ક્રમે આવ્યો હતો. તેમ છતાં તેને રોજના અભ્યાસ બાદ આ સ્પર્ધાને લઈને પાંચ કલાલ મહેનત કરતો હતો. શરૂઆતમાં 1 મિનિટમાં 25 વૈદિક ગણિતના દાખલા ઉકેલતો હતો. બાદમાં તેને ટાર્ગેટ રાખ્યો હતો કે, 8 મિનિટમાં 200 દાખલા ઉકેલીને સ્પર્ધામાં જીત મેળવવાનો લક્ષયાંક હતો. તેને તેમાં સફળતાં મળી હતી. તેને ઇન્ટરનેશનલ સ્પર્ધામા વિજય મેળવ્યો છે. હવે તે આગામી સ્પર્ધામાં નેશનલ ચેમ્પિયન બનવા તરફ મીટ માડીને બેઠો છે.
23મી ઇન્ટરનેશનલ સ્પર્ધામાં દેવાન્સુ ઝાલા વિજયી બન્યો છે. જેના કારણે તેના પરિવારજનો ખુશી મનાવી રહ્યા છે. હાલ વૈદિક ગણિત માટે વપરાતા હ્યુમન બોક્સ બનાવવા માટે ગિનીસ બુકમાં દેવાન્સુ ઝાલાને સ્થાન મેળવ્યુ છે. હાલના આધુનિક યુગમાં દેવાન્સુની આ સિદ્ધી ખરેખર પ્રેરણાદાયક છે. હવે તે મહેનત કરી રહ્યો છે કે તે કોમ્પ્યુટર કરતા પણ વધારે સ્પીડે દાખલા ગણે.