કોરોના વાયરસને લઇ અમદાવાદની એક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. હોસ્પિટલે આ વાયરસનો ચેપ ન ફેલાય તે માટે ફ્યુમિગેશન કરી તમામ તૈયારીઓ કરી દીધી હતી. પ્રોટોકોલ મુજબ હોસ્પિટલનો સ્ટાફ પર્શનલ પ્રોટેક્ટિવ ઇકવીપમેન્ટમાં હતો અને મૃતદેહને પ્લાસ્ટિકની જીપ બેગમાં રાખવામાં આવ્યો હતો. અને સીધા કબ્રસ્તાન લઇ જવામાં આવ્યો હતો.
અમદાવાની દાણીલીમડામાં રહેતી એક મહિલા જે 14 માર્ચે મક્કાથી આવી હતી. જેનું એરપોર્ટ પર સ્કેનિંગ કરતા કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા જેથી તેણે તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવયો હતો. જેથી તેનું ગત સારવાર દરમિયાન મોત થયું હતું.
આ વાયરસનો ચેપ ન ફેલાય તે માટે મહીલાના મૂર્તદેહને પ્રોટેકશન સાથે સીધું કબ્રસ્તાન લાવવામાં આવ્યું હતું. જ્યાં જેસીબીની મદદથી 9 ફૂટ ઊંડી કબર ખોદવામાં આવી હતી. કબરની આજુ બાજુ દવાનો છટકાવ કરવામાં આવ્યું હતું અને તેને દફનાવવામાં આવી હતી.