ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10ની પરીક્ષાનું કુલ 66.97 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદ શહેરનું 72.45 ટકા પરિણામ છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યનું 70.24 ટકા પરિણામ આવ્યુ છે. અમદાવાદમાં શહેરમાં 321 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યા છે.
અમદાવાદમાં જળહળતુ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ પાલડી સ્થિત સંસ્કાર કેન્દ્ર પહોંચ્યા હતા અને જીતની ઉજવણી કરી હતી. જવલંત સફળતા મેળવનારા કેટલાય વિદ્યાર્થીઓ ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવે છે. જોકે જે રીતે તેમને સફળતા મેળવી છે. તે જોતા તેઓ ઉંચી કારકિર્દી બનાવવાના સપના સેવી રહ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. સૌ પ્રથમ વેબસાઈટ પર વહેલી સવારે પરિણામ મુકાયુ છે અને વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ gseb. org પર પરિણામ જોઈ રહ્યા છે.
આ વર્ષે કુલ 11.59 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 6,222 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ સામેલ હતા. ધોરણ ૧૦માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે.