રાજ્યમાં 24 કલાકમાં ગુજરાતમાં 76 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 262 દર્દીઓ થઈ ગયા છે. આ માહિતી આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ આપી છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં વધુ 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ 247 દર્દીઓ થયા છે. જેમાંથી 17ના મોત થઈ ગયા છે અને 26 સાજા થયા છે.
કોરોના વાયરસના પોઝિટીવના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સાથે જ અમદાવાદના કેટલાક વિસ્તારો હોટસ્પોટ બની ગયા છે. ગુજરાતમાં હવે કુલ આંકડો 241 પર પહોંચી ગયો છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તબલીઘી જમાતના લોકોના કારણે ગુજરાતમાં કેસોમાં વધારો થયો છે. ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં સંક્રમણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધી શકે છે