અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાના રોકાણની જાહેરાત કરતા કહ્યું કે અમે આ વખતે અમારું રોકાણ વધારવાના છીએ. અદાણી ગ્રુપ ગુજરાતમાં કુલ ૫૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અદાણી ગ્રુપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સોલર પ્લાન્ટ સ્થાપશે. આ ઉપરાંત તેમણે વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે તેમણે ‘સૌનો સાથ સૌનો વિકાસ’નું સપનું સાકાર કર્યું છે. ભારત ગ્લોબલ આર્થિક વિકાસનું કી એન્જિન હોવાનું પીએમ મોદીએ સાબિત કરી દીધું છે. વડાપ્રધાન મોદીની કામગીરીથી ભારત વિવિધ ક્ષેત્રોમાં આગળ જ નહીં પરંતુ નંબર વન બની રહ્યું છે.
આદિત્ય બિરલા ગ્રુપ ગુજરાતમાં આગામી ત્રણ વર્ષમાં કેમિકલ, ખાણ અને ખનિજ, સિમેન્ટ અને સોલર ઉર્જામાં ૧૫ હજાર કરોડનું રોકાણ કરશે.
સુઝુકી મોટર્સના ચેરમેને કહ્યું કે, ટૂંક સમયમાં સુઝુકી મોટર્સનો બીજો પ્લાન્ટ પણ ગુજરાતમાં સ્થાપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે ૨૦૨૦ સુધીમં બીજો પ્લાન્ટ શરૂ કરી દઈશું. ત્યારબાદ ત્રણ એસેમ્બલી લાઈનમાં ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૭.૫ લાખ યુનિટ થઈ જશે.
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે સંબોધન કરતા કહ્યું કે, ટાટા પરિવાર માટે ગુજરાત એ એક અત્યંત મહત્વનું રાજ્ય છે. અમારા ૨૫ હજારથી વધારે કર્મચારીઓ ગુજરાતમાં ૩૦ વર્ષથી વધાર સમયથી કાર્યરત છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ટાટા કેમિકલ્સની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાત અમારું માટે સૌથી મોટું પાર્ટનર છે.
કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે, તેઓએ ગુજરાતમાં પહેલાથી જ ૩૦ હજાર રૂપિયાનું મૂડી રોકાણ કર્યું છે અને હવે તેઓએ વધુ ૧૫ હજાર રૂપિયાનું મૂડી રોકાણ કરવાની જાહેરાત કરી છે. વાઈબ્રન્ટ ગુજરાત દ્વારા તેના વિકાસ યાત્રાની પ્રગતિને જોઈ શકાય છે. અમારા માટે ગુજરાત એ આગવું મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ મિલિયન ડોલરનું મૂડી રોકાણ એફડીઆઈ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતમાં બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ હોવાથ વધારે લાભ થાય છે.