અમદાવાદમાં નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ પાણી મુદ્દે રજૂઆત કરવા ગયેલી નીતા સેજવાણીને માર માર્યો. તેણે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ધારાસભ્ય બલરામ થાવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. બલરામ થાવાણી પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તો ઉચ્ચ પોલીસ અધિકારી પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં પીડિતાની તબિયત લથડતાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. બનાવની ઘટનાને લઈ બંને પક્ષોએ સામસામે રજૂઆત કરી. પીડિતાએ ડર પણ વ્યક્ત કર્યો કે તેને ન્યાય નહીં મળે અને ધમકીઓ મળશે. થોડા દિવસ પહેલા બલરામ થવાણીના ભાઈ કિશોર થવાણીએ જે વ્યક્તિને માર માર્યો હતો તે નીતા સેજવાણીનો પતિ હતો.