અમદાવાદના ગોતાના જગતપુરના ગણેશ જેનેશિસના રહેણાંક બિલ્ડીંગમાં આગ લાગી છે. જેને પગલે 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરેકલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ગોદરેજ ગાર્ડન સીટી પાસે આ રહેણાંક બિલ્ડિંગ આવેલી છે. જ્યાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ્ થતા આગ લાગી હોવાનું મનાય છે. ભીષણ આગના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેના કારણે લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. ચોથા માળે લાગેલી ભીષણ આગના પરિણામે ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગને બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાના કારણે ધૂમાડાના ગોટેગોટા નીકળી રહ્યાં છે. ગણેશ જિનેશિસમાં આગને કારણે સમગ્ર બિલ્ડીંગને ખાલી કરી દેવાયું છે. પોલીસનો મોટો કાફલો બિલ્ડીંગમાંથી સ્થાનિકોને બહાર કાઢી રહ્યો છે. બિલ્ડીંગની ફાયર સેફ્ટી કામ ન કરતી હોવાનું ખૂલ્યું છે. હાઈડ્રોલિક સિસ્ટમ પણ કામ ન કરતાં સ્થાનિકો ગુસ્સામાં છે. અહીં મારામારી થઈ હોવાના પણ અહેવાલ છે. 35 લોકોને રેસ્ક્યું કરાયા છે. અહીં એક વ્યક્તિના મોતની આશંકા છે. આ આગની ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. જેઓને હોસ્પિટલમાં ખસેડાયા છે.
