અમદાવાદના ચંડોળા તળાવ પાસેની ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારે લાગેલી આગ કાબુમાં લેવામાં આવી છે. એક બે નહી પરંતુ 19 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને જીવના જોખમે આગ કાબુમાં લેવાની જહેમત કરી હતી.
અંદાજે 70 જેટલા ફાયર વિભાગના જવાનોએ આગને સંપૂર્ણ કાબુ મેળવવાના પ્રયાસ કર્યો હતા. આગ લાગવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયુ નથી. જોકે સ્થાનિકોએ અન્ય એક જૂથ પર આગ લગાવવાનો આક્ષેપ કર્યો છે. તો વળી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આગ વધુ પ્રસરી હતી. આગના કારણે કેટલાક પરિવારોની ઘરવખરી બળીને ખાખ થઈ છે.