અમદાવાદ પોલીસની હવે ઐતિહાસિક પહેલ ચાલુ કરવામાં આવી રહી છે જેમા હવે તમારે કોઈ પણ ગુનો નોંધવવા માટે કલાકો સુધી પોલીસ મથકે બેસવાની જરુર નથી. અમદાવાદ પોલીસે દ્વારા ડિજિટલ એફઆઈઆર પધ્ધતિ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને 1 લી એપ્રિલથી અમલમાં મુકવામાં આવશે.
અમદાવાદ શહેર પોલીસે મોબાઈલ એપ્લીકેશન ‘તીવ્ર’ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી ફરિયાદ લખવા-નોંધવાનો સમય અત્યાર કરતા ચોથા ભાગનો થઈ જશે. ઉપરાંત તપાસ પણ ઝડપી બનશે. આ મોબાઈલ એપ ‘વોઈસ-ટુ-ટેકસ્ટ’ હશે. પુરાવા એકત્રીત કરવા માટે વિડીયો-ફોટો મુકવા સહિતની સુવિધા હશે.
અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ જણાવ્યુ હતું કે, આ નવી એપથી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા સરળ બનશે. અર્ધોઅર્ધ સમય બચશે. અત્યારે ફરિયાદ નોંધવામાં ઘણો સમય લાગે છે તે ઘટવાના સંજોગોમાં ફરિયાદોની સંખ્યા પણ વધી શકે છે. ફરિયાદ નોંધવાની પ્રક્રિયા એક કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થાય તેવો ટારગેટ છે.
આ અંગે પોલીસનું કહ્યું છે કે, ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ઘણી લાંબી રહેતી હોય છે. 25થી30 પાનાની ફરિયાદ થતી હોય છે. નવી ડિજિટલ મોબાઈલ એપથી ફરિયાદ નોંધવાની જ નહીં તપાસનો સમય પણ 50થી60 ટકા ઘટી શકે છે.