AHMEDABAD માં બી.યુ. (બિલ્ડીંગ યુઝ) પરમિશન વગર ચાલતી ૪૪ હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે સ્ટે ફરમાવ્યો છે. કોર્ટે નોંધ્યું છે કે કોરોના મહામારી સમયે હોસ્પિટલોને સીલ કરવી હિતાવહ નથી. રાજ્ય સરકાર અને હોસ્પિટલોને આ મુદ્દે કોઇ ઉકેલ લાવવાનું સૂચન આપ્યું છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી આગામી સુનાવણી આઠ અઠવાડિયા બાદ નિયત કરી છે. આ સમય દરમિયાન હોસ્પિટલો સામે કોઇ પ્રતિરોધી પગલાં ન લેવાનો વચગાળાનો આદેશ કરવામાં આવ્યો છે.અરજદાર હોસ્પિટલો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે આ હોસ્પિટલોમાં અત્યારે ઘણાં દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે અને તેમને બીજે ખસેડવાની કામગીરી શક્ય નથી. આ સમયે સીલ મારવાની કાર્યવાહી ન થવી જોઇએ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારે થોડો સમય આપવો જોઇએ. તેમની પાસે ફાયર એન.ઓ.સી. છે પરંતુ માન્ય બી.યુ. પરમિશન નથી. શહેરમાં એવી ઘણી ઇમારતો છે જેમાં માન્ય ફાયર એન.ઓ.સી. કે બી.યુ. પરમિશન બન્ને નથી.રાજ્ય સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે અત્યારે મહામારીના સમયે હોસ્પિટલોને એકસાથે સીલ કરવી હિતાવહ નથી. સરકાર આ હોસ્પિટલો સાથે મળી આ સમસ્યાનો કોઇ ઉકેલ લાવશે. સુપ્રીમ કોર્ટે આ નિવેદનો રેકર્ડ પર લઇ રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓનો નોટિસ પાઠવી છે અને આગામી સુનાવમી આઠ અ ઠવાડિયા બાદ નિયત કરી છે. નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં કોવિડ દર્દીઓના મૃત્યુ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર એન.ઓ.સી. અને બી.યુ, પરમિશન વગરની હોસ્પિટલો સામે કાર્યવાહી શરૃ કરી છે. જેમાં આ હોસ્પિટલોને સીલ કરવાી નોટિસ ફટકારવામાં આવી છે.
